લખાણ પર જાઓ

ફર્મીયમ

વિકિપીડિયામાંથી

ફર્મીયમ એ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Fm અને અણુ ક્રમાંક ૧૦૦ છે. આ એક્ટિનાઈડ શ્રેણીનું તત્વ છે. ન્યૂટ્રોન ના મારા દ્વારા તૈયાર થતું આ સૌથી ભારે તત્વ છે અને તે હિસાબે મોટા પ્રમાણમાં તૈયાર કરી શકાય તેવું આ સૌથી ભારે તત્વ છે. જો કે મોટા પ્રમાણમામ્ આને તૈયાર કરાયો નથી. આ તત્વના કુલ ૧૯ તત્વોની જાણ છે. તેમાં 257Fm અ સૌથી વધુ આયુષ્ય ધરાવે છે જેનો અર્ધ આયુષ્ય કાળ ૧૦૦.૫ દિવસો છે.

આ તત્વ હાઈડ્રોજન બોમ્બના પ્રથમ ધડાકાના કાટમાળમાં ૧૯૫૨માં મળી આવ્યો હતો. આનું નામ નોબેલ પારિતોષિક વિજેતા એવા અણુ વિજ્ઞાની એન્રીકો ફર્મીના નામ પર કરવામાં આવ્યું. આના ગુણધર્મો એક્ટિનાઈડ શ્રેણીના પાછલા તત્વો જેવા હોય છે. મોટે ભાગે તે ઓક્સિડેશન સ્થિતી +૩ ધરાવે છે પણ +૨ સ્થિતી પણ શક્ય છે. તેની અલ્પ બહુતાયત અને ટૂંકી આયુને કારણે અત્યારે વૈજ્ઞાનિક સંશોધન સિવાય તેનો કોઈ મહત્વનો ઉપય્પ્ગ નથી. અન્ય સૌ કૃત્રીમ તત્વો સમાન આ ધાતુના સંયોજનો અત્યંત કિરણોત્સારી અને ઝેરી હોય છે.