નોબૅલ પારિતોષિક

વિકિપીડિયામાંથી
(નોબેલ પારિતોષિક થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search


આલ્ફ્રેડ નોબેલ.

નોબેલ પારિતોષિક સ્વિડીશ પારિતોષિક છે.જેની શરૂઆત ૧૮૯૫ માં સ્વિડીશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલએ કરી હતી.પ્રથમ પારિતોષિક સન.૧૯૦૧ માં શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા ઔષધી અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ. અર્થ શાસ્ત્ર માટેનું પારિતોષિક સને.૧૯૬૯ માં શરૂ થયેલ.

ડાયનેમાઇટના શોધક ડો.આલ્ફ્રેડ નોબેલ સ્વિડિશ વૈજ્ઞાનિક હતા. તેઓએ કરેલી વૈજ્ઞાનિક શોધો દ્વારા તેમને અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું હતું. ડાયનેમાઇટનો બહોળો ઉપયોગ યુધ્ધ લડવામાં થયેલો જોઇ તેમનું દિલ અત્યંત દુ:ખી થયું હતું. એમની અઢળક સંપત્તિમાંથી ખપ પૂરતું ધન રાખી બાકીની મિલકતનો સદ્ઉપયોગ કરવા માટે તેમણે એક વસિયતનામું બનાવ્યું. આ વસિયતનામા મુજબ તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય,વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે. ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવો[ફેરફાર કરો]

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહાનુભાવોની સંપૂર્ણ યાદી.(વર્ષ પ્રમાણે)

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓ[ફેરફાર કરો]

નોબેલ પારિતોષિક વડે સન્માનીત મહિલાઓની માહિતી. નોબેલ પારિતોષિક ૨૦૦૯ અમેરિકાના ૪૪માં પ્રમુખ બરાક ઓબામા barac obamaને શાંતિ માટે આપવામાં આવ્યો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]