નોબૅલ પારિતોષિક

વિકિપીડિયામાંથી
નોબૅલ પારિતોષિક
આલ્ફ્રેડ નોબલ
વર્ણનશાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક, ભૌતિક શાસ્ત્ર અને અર્થ શાસ્ત્રના વિષયોમાં સર્વોચ્ચ યોગદાન
દેશ
  • સ્વિડન (શાંતિ સિવાય બધા અન્ય પુરસ્કારો)
  • નોર્વે (માત્ર શાંતિ પુરસ્કાર)
રજૂકર્તા
  • નોબેલ એસેમ્બલી, કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ (શરીર વિજ્ઞાન અથવા વૈદક)
  • નોર્વેજીયન નોબૅલ કમિટી (શાંતિ)
  • રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સિસ (રસાયણ શાસ્ત્ર, અર્થ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર)
  • સ્વિડિશ એકેડમી (સાહિત્ય)
ઇનામી રકમ૯૦ લાખ સ્વિડિશ ક્રોના, અંદાજિત US$986,000 (૨૦૧૮);[૧][૨]
નોબૅલ મેડલ;[૩] અને નોબૅલ ડિપ્લોમા
પ્રથમ વિજેતા૧૯૦૧
પ્રાપ્તકર્તાઓની સંખ્યા૫૯૦ પુરસ્કારો, ૯૩૫ વ્યક્તિઓને (૨૦૧૮ મુજબ)[૧]
વેબસાઇટnobelprize.org

નોબૅલ પારિતોષિક સ્વિડીશ પારિતોષિક છે. જેની શરૂઆત ૧૮૯૫ માં સ્વિડીશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબેલે કરી હતી. પ્રથમ પારિતોષિક સન. ૧૯૦૧માં શાંતિ, સાહિત્ય, રસાયણ શાસ્ત્ર, શરીર વિજ્ઞાન અથવા વૈદક અને ભૌતિક શાસ્ત્ર માટે આપવામાં આવેલ. અર્થ શાસ્ત્ર માટેનું પારિતોષિક સને.૧૯૬૯ માં શરૂ થયેલ.

ડાયનેમાઇટના શોધક ડો. આલ્ફ્રેડ નોબેલ સ્વિડિશ વૈજ્ઞાનિક હતા. તેઓએ કરેલી વૈજ્ઞાનિક શોધો દ્વારા તેમને અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું હતું. ડાયનેમાઇટનો બહોળો ઉપયોગ યુધ્ધ લડવામાં થયેલો જોઇ તેમનું દિલ અત્યંત દુ:ખી થયું હતું. એમની અઢળક સંપત્તિમાંથી ખપ પૂરતું ધન રાખી બાકીની મિલકતનો સદ્ઉપયોગ કરવા માટે તેમણે એક વસિયતનામું બનાવ્યું. આ વસિયતનામા મુજબ તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે ૯૦ લાખ સ્વિડિશ ચલણની રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે.

ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Nobel Prize facts". Nobel Foundation. મેળવેલ 25 October 2018.
  2. "Nobel Prizes and Laureates". Nobel Foundation. મૂળ માંથી 15 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 29 March 2018. Check date values in: |archive-date= (મદદ)
  3. US$૪.૭૬ મિલિયન સુધીની કિંમત ધરાવતો (જુઓ Palermo, Elizabeth. Nobel Prize Medal Fetches Record-Breaking $4.76 Million Live Science, December 5, 2014.)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]