ઈંડિયમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ઈંડિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા In અને અણુ ક્રમાંક ૪૯ છે. આ એક દુર્લભ, અત્યંત મૃદુ, સિક્કાઢાળી શકાય તેવી અને સરળતાથી ઢાળી શકાય તેવી ઉત્તર-સંક્રાંતિ ધાતુ છે. આના રાસાયણિક ગ્ણધર્મો ગેલિઅયમ અને થેલિયમને ની વચેટના હોય છે. આ ધતુની શોધ ૧૮૬૩માં થઈ હતી. આના અસ્તિત્વની જસતની ખનિજના સ્પેક્ટ્રમમાં દેખાયલા ઈંડિગો ભૂરા રંગની રેખા પરથી થઈ હતી. તેથી આ ધાતુનું નામ ઈંદિયમ રખાયું. તે પછીના વર્ષે આને છૂટી પડાઈ હતી. જસતની ખનિજ આજે પણ ઈંડિયમનો પ્રમુખ સ્ત્રોત છે જેમાં તેઓ સંયોજન સ્વરૂપે મળી આવે છે. ખૂબજ દુર્લભ સંજોગોમાં આ ધાતુ શુદ્ધ સ્વરૂપે મળે છે. અને મળે તો પણ તેનું કોઈ ઐદ્યોગિક મહત્ત્વ નથી હોતું.

હાલના સમયમાં ઈંડિયમનો પ્રમુખ ઉપયોગ ઈંડિયમ ટિન ઓક્સાઈડના પારદર્શક એલેક્ટ્રોડ બનાવવા માટે થાય છે જેનો ઉપયોગ એલ.સી.ડી. અને ટચ સ્ક્રીન બનાવવા માટે થાય છે અને આજ ઉપયોગ તેના ઉત્ખનનો મુખ્ય ઉદ્દેશ છે. આનો ઉપયોગ ઉંઝણ (લ્યુબ્રિકેશન)ની પાતળી સપાટી નિર્માણ કરવા માટે પણ થાય છે બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન આનો ઉપયોગ ઉચ્ચ ક્ષમતા વિમાનના બેયરિંગને ઉંઝવા માટે થતો). આનો ઉપયોગ નીછું ગલન બિંદુ ધરાવતી મિશ્ર ધાતુઓ બનાવવા માટે પણ થાય છે. અમુક સીસા મુક્ત જોડાણ (સોલ્ડર) માં પણ આ ધાતુ વપરાય છે.

કોઈ પણ જીવ દ્વારા ઈંદિયમ વપરાતુઝોવાના પ્રમાણ મળ્યાં નથી. એલ્યુમિનિયમના ક્ષારોની જેમ ઈંડિયમ (III)ના ક્ષારો પણ ઈંજેક્શન દ્વારા અપાતા મૂત્રાશય (કીડની) માટે ઝેરી બને છે, પણ મોઢા વાટે લેવાતા ઈંડિયમના સંયોજનો ભારી ધાતુના ક્ષારો જેવી તીવ્ર ઝેરી અસર ધરાવતા નથી. કેમકે સામાન્ય સંજોગોમાં તેનું નબળું સાત્મી કરણ કે શોષણ થાય છે. કિરણોત્સારી ઈંડિયમ-૧૧૧ (રાસાયણિક સ્તરે ઘણા ઓછાં પ્રમાણમાં) વૈદકિય તપાસમાં વપરાય છે. તેઓ શરીરમાં રેડિયો ટ્રેસર તરીકે ખાસ પ્રોટિનો અને સફેદ રક્ત કણની ચાલ જોવા વપરાય છે