ઓસ્મીયમ

વિકિપીડિયામાંથી

'ઘાટા અક્ષર'ઓસ્મીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Os અને અણુ ક્રમાંક ૭૬ છે. આ એક સખત, બરડ, ભૂરી-રાખોડી કે કાળી, પ્લેટિનમ જૂથની સંક્રાતિ ધાતુ છે. આ સૌથી વધુ ઘનત્વ ધરાવતું પ્રાકૃતિક તત્વ છે. તે સીસા કરતાં બમણું ઘનત્વ ધરાવે છે. તેની ઘનતા ૨૨.૫૯ ગ્રામ / સેમી છે જે ઈરિડિયમ કરતાં થોડુંક વધુ છે. ઓસ્મિયમ પ્રાયઃ પ્લેટિનમ ખનિજમાં મિશ્ર સ્વરૂપે મળી આવે છે. ઈરિડિયમ , પ્લેટિનમ અને અન્ય પ્લેટિનમ ધાતુને મિશ્ર ધાતુઓ તૈયાર કરવામાં વપરાય છે. આની મિશ્ર ધાતુને ફાઉન્ટેન પેન ની ટાંક, ઈલેક્ટ્રીક સંપર્ક અને જ્યાં અત્યંત સખતાઈ અને ટકાઊ પણાની જરૂર હોય ત્યાં આ ધાતુનો ઉપય્ગ થાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Hammond "Osmium", C. R., p. 4-25 in ઢાંચો:RubberBible86th