મેંગેનિઝ

વિકિપીડિયામાંથી
મેંગેનિઝ

મેંગેનિઝ એ એક રાસાયણીક તત્વ છે, જેની રાસાયણીક સંજ્ઞા Mn છે. આનો અણુ ક્રમાંક ૨૫ છે. આ તત્વ પ્રકૃતિમાં મુક્ત સ્વરૂપે (પ્રાયઃ લોખંડ સાથે મિશ્ર) સ્વરૂપે અને અન્ય ઘણાં ખનિજોમાં મળી આવે છે . મુક્ત ધાતુ સ્વરૂપે મેંગેનિઝ ઘણું ઔદ્યોગિક મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને સ્ટેનલેસ સ્ટીલ ના નિર્માણમાં.

મેંગેનીઝ ફોસ્ફેટીંગ ન્નામની પ્રક્રીયાનો ઉપયોગ કરીને સ્ટીલને કાટ રોધી બનાવાય છે. મેંગેનીઝ પર થયેલા ઓક્સિડેશનની તીવ્રતાને આધારે તે જુદા જુદા રંગ ધરાવે છે. આને પરિણામે તેનો ઉપયોગ રંગોની બનાવટમાં રંગકણ તરીકે થાય છે. આલ્કલીના પરમેગ્નેટો અને આલ્કલાઈન મૃદા ધાતુઓ શક્તિશાળી ઓક્સિકારકો હોય છે. મેંગેનીઝ ડાયોક્સાઈડ પ્રામાણભૂત આલ્કલાઈન એક ઉપયોગિક સૂકી બેટરી અને કોષના નિર્માણમાં કેથોડ (ઈલેક્ટ્રોન શોષક)તરીકે વપરાય છે.

મેંગેનિઝ(II) આયન ઉચ્ઘચ્ણા સ્તરના ઘણા જીવોના જૈવિક દ્રવ્યો કે પાચક રસોમાં સહ-કારક તરીકે કાર્ય કરે છે, જ્યાં સુપર ઓક્સાઈડોના મુક્ત કણોનું વિષનિતારણ જરૂરી હોય છે. આ તત્વ સર્વ જીવો માટે આંશિક ક્ષાર રૂપે જરૂરી છે.જો કોઈ સસ્તન પ્રાણીઓમાં મેંગેનિઝ પ્રાયઃ શ્વશન દ્વારા જો મોટા પ્રમાણમાં લેવામાં આવે તો તે વિષ બની શકે છે. જેને પરિણામે મગજ પર અસર થઈ શકે છે જે ઘણી વખત ઉપચાર રહિત હોય છે.