લખાણ પર જાઓ

આયોડિન

વિકિપીડિયામાંથી

આયોડિન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા I અને અણુ ક્રમાંક ૫૩ છે. આનું નામ અંગ્રેજી શબ્દ આયોડ્સ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે જાંબુડી કે જાંબલી. વરાળ સ્વરુપે આ તત્વ જાબુડી રંગનું હોય છે.

આયોડિનનો મુખ્ય ઉપયોગ એક પોષકતત્વ તરીકે, એસેટિક એસિડની બનાવટ અને અન્ય પોલીમરની બનાવટમાં થાય છે. આયોડીનો ઉચ્ચ અણુ ક્રમાંક, હળવી વિષધર્મ અને કાર્બનિક સંયોજનો સાથે જોડાવાની સહજતાને કારણે તે આજકાલ આધુનિક વૈદક શાસ્ત્રમાં ક્ષ - કિરણ ભેદ તત્વ તરીકે વપરાય છે. આયોડિન માત્ર એક સ્થિર સમસ્થાનિક ધરાવે છે. આયોડિનનના ઘણાં કિરણોત્સારી સમસ્થાનિકો વૈદક શાસ્ત્રમાં ઈલાજ માટે વપરાય છે.

આયોડિન પૃથ્વી પર પાણીમાં દ્રાવ્ય એવા I- સ્વરૂપે રહે છે. તે પ્રાય઼ સમુદ્રમાં અને સામુદ્રીક સાંદ્ર સરોવરો (બ્રાઈન પુલ)માં મળી આવે છે. અન્ય હેલોજનોની સમાન આયોડિન પણ દ્વી-પરમાણુ સ્વરૂપે I2 પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે, અને પછી તે ઓક્સિડેશન પામે છે. આયોડિનનો અણુ ક્રમાંક ઊંચો હોવાથે પૃથ્વી પર અને વિશ્વમાં તે દુર્લભ તત્વ છે. પૃથ્વી પર બહુતાયત ની યાદિમાં તે ૪૭મા ક્ર્મ પર આવે છે. સમુદ્રના પાણીમાં તેની ઉપલબ્ધતા હોવાને કારણે જીવાવરણમાં તે સ્થાન પામ્યું છે. જીવો દ્વારા વપરાતું આ સૌથી ભારે તત્વ છે (માત્ર અમુક જીવાણુઓ જ આનાથી ભારી ટંગસ્ટન તત્વ વાપરે છે). શરુઆતથી જ માટીમાં આયોડિનની ઉણપ, અને વરસાદી પાણીમાં આયોડિનની દ્રાવ્યતાના કારણે થતું ધોવાણ ને કારણે ખોરાકમાં આયોડિન નો અભાવ થઈ જાય છે જેને કારણે સમુદ્ર કિનારાથી દૂર રહેતાં પ્રાણીઓ અને માણસોમાં આયોડિનની ઉણપને લીધે અમુક રોગો જોવા મળે છે. આયોડિનનઐ ઉણપને કારણે લગભગ ૨૦ લાખલોકો પીડાય છે જે માનસિક રોગ થાય છે.[૧]

ઉચ્ચ કક્ષાના જીવોને આયોડિનની જરૂર હોય છે. તેઓ આન થાયરોઈડ હોર્મોનને સંયોજિત કરવા માટૅ વાપરે છે. આને કારણે કિરણોત્સારી અને સામાન્ય આયોડિન થાયરોઈડ ગંથિમાં સંકેંદ્રીત થઈ જાય છે. કિરણોત્સારી સમસ્થાનિક આયોડિન-૧૩૧ ખૂબ ઊંચું વિભાજન ઉત્પાદ ધરાવે છે. આવા આયોડિન થાયરોઈડ ગ્રંથિમાં જમા થતા કેન્સરનું કારણ બને છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. McNeil, Donald G. Jr (2006-12-16). "In Raising the World's I.Q., the Secret's in the Salt". New York Times. મેળવેલ 2008-12-04.બાહ્ય કડીઓ[ફેરફાર કરો]