લખાણ પર જાઓ

ક્યુરીયમ

વિકિપીડિયામાંથી

ક્યુરીયમ એ એક કૃત્રિમ તત્વ છે જેની સંજ્ઞા Cm અને અણુ ક્રમાંક ૯૬ છે. આ એક કિરણોત્સારી ખંડનથી નિર્મીત એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે. આનું નામ મેરી ક્યુરીના અને તેમના પતિ પીરી ક્યુરીના નામ પરથી રખાયું છે. આનું ઉત્પાદન યોજનાબદ્ધ રીતે ૧૯૪૪ના ઉનાળામાં ગ્લેન ટી. સીબ્રોગની ટોળી એ કર્યું હતું. આની જાણકારી ગુપ્ત રખાઈ હતી અને આને ૧૯૪૫માં પ્રસિદ્ધ કરાઈ હતી. પ્રાયઃ આ ધાતુને યુરેનિયમ અને પ્લુટોનિયમ પ્ર ઈલેક્ટ્રોનનઓ મારે કરીને મેળવવામાં આવે છે એક ટન અણ્વીક ઈંધણમાંથી ૨૦ ગ્રામ ક્યુરીયમ મેળવી શકાય છે.

આ એક સખત, ભારે સફેદ ચળકતી ધાતુ છે.એક્ટોઇનાઈડ શ્રેણીના તત્વમાં આ તવ સરખામણીએ ઊંચું ગલન અને ઉત્કલન બિંદુ ધરાવે છે. સામાન્ય તાપમાને આ ધાતુ પ્રતિ ચુંબકીય ગુણધર્મો ધરાવે છે પણ ઠંડો પડતા તે અચુંબકીય ગુણધર્મો પ્રદર્શિત કરે છે. આ સિવાય ક્યુરિયમના સમ્યોજનોમાં અન્ય અસ્થિર અને બદલાતા ચુંબકીય ગુણધર્મો પણ જોવા મળે છે. સામાન્ય રીતે સંયોજનોમાં ક્યુરીયમ +૩ બંધનાંક અને ક્યારેક +૪ બંધનાંક દર્શાવે છે, દ્રાવણોમાં પ્રાયઃ તે +૩ બંધનાંક દર્શાવે છે. આ ધાતુ ખૂબ ઝડપથેએ ઓક્સિડેશન પામે છે અને આના ઓક્સાઈડ વધુ પ્રમાણમામ્ મળતું સંયોજન છે. કાર્બનિક સંયોજનો સાથે તે ફ્લોરોસેંટ સંયોજનો બનાવે છે. પણ કોઈ જીવાણુ કે આર્કીયા માં મળી આવતાં નથી. માનવ શરીરમાં પ્રવેશતા તે હાડકાઓ, ફેંફસાઓ અને યકૃતમાં જમા થવા માંડે છે અને કેન્સર ઉત્પન્ન કરે છે.

ક્યુરીયમના દરેક જ્ઞાત સંયોજનો કિરણોત્સારી હોય છે અને કેંદ્રીય શૃંખલા પ્રક્રિયા માટે અલ્પ ક્રિટીકલ દ્રવ્યમાન ધરાવે છે. તે આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે અને તેમાં ઉત્પન્ન થયેલી ઉષ્ણતા કિરણોત્સારી ઔષ્ણિક જનિત્રો ચલાવવાઅ પૂરતા હોય છે. પણ આની અછત, મોંધીવારી અને કિરણોત્સારને કારણે આનો ઉપયોગ મર્યાદિત છે. આનો ઉપયોગ હજી ભારે એક્ટિનાઈડ અને 238Pu કણો બનાવવા થાય છે કે જે કૃત્રીમ પેસમેકરને ઉર્જા આપે છે. આલ્ફા કણોના ક્ષ્-કિરણ સ્પેક્ટ્રોમીટરમામ્ આનો ઉપયોગ આલ્ફા કણોના સ્ત્રોત તરેકે થાય છે. આનો પયોગ મંગળ ગ્રહ પર મોકલાયેલા પાથ ફાઈન્ડર માર્સ રોવર, માર્સ-૯૬, એથેના આદિ યાનોમાં ખડકોની રચના સમજવા મંગળ અને ચંદ્ર પર મોકલ્વા માટે થયો હતો.