લખાણ પર જાઓ

સમેરિયમ

વિકિપીડિયામાંથી

સમેરિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sm, અને અણુ ક્રમાંક ૬૨ અને અણુ ભાર ૧૫૦.૩૬ છે. આ મધ્યમ સખત ચળકતી સફેદ ધાતુ છે જેને હવામાં ખુલ્લી રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. લેંથેનાઈડ્સ શ્રેણીના તત્વોની જેમ આ તત્વ પણ +૩ ની અક્સિડેશન સ્થિતિ ધરાવે છે. સમેરિયમ (II) સંયોજનો પણ જાણીતા છે જેમકે તેને મોનોક્સાઈડ SmO, સમેરિયમ મોનોકેલ્કોજીનાઈડ્સ SmS, SmSe અને SmTe, તથા સમેરિયમ આયોડાઈડ. છેલ્લું સંયોજન એ રાસાયણિક સંયોગીકરણમઅં સામન્ય ક્ષપણક છે. સમિરિયમ જોઈ જૈવિક ઉપયોગ ધરાવતું નથી અને તે હળવે અંશે ઝેરી છે

સમિરિયમની શોધ ૧૮૭૯માં ફ્રેંચ રસાયણ શાસ્ત્રી પોલ એમીલ લીકોક ડી બોઈસબૌડ્રન દ્વારા કરાઈ હતી, તેમણી આનું નામ આની ખનિજ સમરસ્કાઈટ પરથી રાખ્યું હતું. આ ખનિજનું નામ તેના શોધક રશિયમન ખાણ અધિકારી કોલોનેલ વેસીલી સમર્સ્કી બાયખોવેટ્સ પરથી રખાયું હતું. આમ કોઈ રાસાયણિક તત્વનું નામ જેના નામ પરથી રખાયું હોય તેવા તેઓ પ્રથમ વ્યક્તિ બન્યા હતાં. આ ધાતુને દુર્લભ પાર્થિવ તત્વ મનાય છે પણ તે પૃથ્વી પર ૪૦મું સૌથી વધુ બહુતાયત ધરાવતું તત્વ છે. અને તે ટીન જેવા તત્વો કરતાં વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે. સમેરિયમ તેની ખનિજોમાં ૨.૮%ની સાંદ્રતા સુધી મળી આવે છે. તેના ખનિજો છે સેરાઇટ, ગ્ડોલીનાઈટ, સમર્સ્સ્કાઈટ, મોનેઝાઈટ અને બેસ્ટનાસાઈટ. આ ખનિજો પ્રાયઃ ચીન, [યુએસએ]], બ્રાઝિલ, ભારત, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા માં મળે છે. ચીના આના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.

આનો પ્રમુખ ઔદ્યોગિક ઉપયોગ સમેરિયમ-કોબાલ્ટ ચુંબક બનાવવા માટે થાય છે જે એક સ્થાયિ ચુંબક છે. નિયોડીમીયમ ચુંબક પછી તે સૌથી શક્તિશાળી ચુંબક છે. તે ચુંબક ૭૦૦ °સે જેટલા ઊંચા ઉષ્ણતામાને પોતાનું ચુંબકત્વ જાળવી રાખે છે. ફેફસાના કેંસર, પ્રોસ્ટ્રેટ કેંસર, સ્તન કેંસર અને ઓસ્ટીઓસરકોમાના ઈલાજમાં વપરાતી દવા સમેરિયમ લેક્સિડ્રોનમમાં કિરણોત્સારી સમસ્થાનિક સમેરિયમ - ૧૫૩ વપરાય છે. આ ધાતુનો અન્ય સમસ્થાનિક સમેરિયમ -૧૪૯ એ એક તીવ્ર ન્યૂટ્રોન શોષક છે આથી તેને અણુભટ્ઠીના નિયંત્રક સળીયાઓમાં વાપરવામાંઆવે છે. આને અણુભઠ્ઠીમાં ખંડન પ્રક્રીયા દરમ્યાન એક આડ પેદાશ તરીકે પણ મેળવાય છે અનેઅણુભઠ્ઠીની રચના કરવામાં આ એક મહત્વનું પાસું હોય છે. આ સિવાય આ ધાતુ રાસયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે, કિરણોત્સારી ડેટિંગ અને ક્ષ-કિરણ લેસરમાં વપરાય છે.