ઈટ્રીયમ

વિકિપીડિયામાંથી

ઈટ્રીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Y અને અણુ ક્રમાંક ૩૯ છે. આ એક ચાંદેરી રંગની ચળકતી સમ્ક્રાંતિ ધાતુ તત્વ છે. તે રાસયણિક દ્રષ્ટિએ લેંથેનાઈડ તત્વો સમાન છે અને આને પ્રાયઃ દુર્લભ પાર્થિવ તત્વ તરીકે વર્ગીકૃત કરાય છે. ઈટ્રીયમ એ પ્રાયઃ દુર્લભ પાર્થિવ તત્વ માં લેંથેનાઈડ્સ સાથે સંયોજિત અવસ્થામાં મળી આવે છે અને તે પ્રકૃતિમાં ક્યારે પણ શુદ્ધ સ્વરૂપે મળતું નથી. આનો એક માત્ર સ્થિર સમસ્થાનિક 89Y, એ આનો એક માત્ર પ્રાકૃતિક રીતે અસ્તિત્વ ધરાવ્તું સમસ્થાનિક છે.

૧૭૮૭માં કાર્લ એક્સેલ અર્હેનિયસ એ સ્વીડનના ઈટ્ટરબાય નજીક એક નવું ખનિજ શોધ્યું અને તે ગામના નામ અનુસાર તેનું નામ ગેડોલીનાઈટ કે ઈટ્ટરબાઈટ રાખ્યું. જ્હોન ગેડોલીન એ ઈટ્રીયમના ખનિજમાં આના ઓક્સાઈડની શોધ કરી અને એન્ડર્સ ગુસ્તાવ એકનબર્ગએ આ નવા ઓક્સાઈડને ઈટ્રીઆ નામ આપ્યું. ૧૮૨૮માં ફ્રીડરીચ વ્હોલર દ્વારા શુદ્ધ ઈટ્રિયમ સૌ પ્રહ્તમ વખત મેળવવામાં આવ્યું.

ઈટ્રીયમનો સૌથી મહત્વનો ઉપયોગ ફોસ્ફર બનાવવા થાય છે લાલ જેવા, કે જે ટેલિવિઝન સેટ (કેથોડ રે ટ્યુબ) અને એલ. ઈ. ડી. બનાવવા વપરાય છે. અન્ય ઉપયોગ ઈલેક્ટ્રોડ, ઈલેક્ટ્રોલાઈટ, ઈલેક્ટ્રોનિક ફીલ્ટર, લેસર અને સુપર કંડક્ટર નું નિર્માણ, વિવિધ વૈદકીય ઉપયોગો, અને ઘના પદાર્થોને ખાસ ગુણ ધર્મો આપવા તેમાં આંશિક પ્રમાણમાં. ઈટ્રિયમનો કોઈ જૈવિક પ્રક્રિયામાં ભાગ હોવાનું જણાયું નથી. ઈટ્રીયમ સાથે સંપર્કમાં રહેતાં ફેંફસાના વિકારો થવાનું જણાયું છે.

સંદર્ભો[ફેરફાર કરો]