યુરોપિયમ

વિકિપીડિયામાંથી

યુરોપિયમ એ એક રાસાયણિક તત્વછે જેની સંજ્ઞા Eu અને અણુ ક્રમાંક ૬૩ છે. આનું નામ યુરોપ ખંડ પરથી પડ્યું છે. આ એક મધ્યમ સખત ચળકતી ધાતુ છે જે પાણી અને હવા સાથે રાસાયણિક ક્રિયા કરે છે. લેંથેનાઈડ તત્વ ની જેમ આ તત્વ પણ +૩ ઓક્સિડેશન સ્થિતિ ધરાવે છે જોકે +૨ ઓક્સિડેશન સ્થિતિ પણ જોવા મળે છે. +૨ ઓસ્કિડેશન સ્થિતિ ધરાવતા સંયોજનો હલકા ક્ષપણક હોય છે. આ ધાતુ કોઈ જૈવિક મહત્ત્વ ધરાવતી નથી પણ અન્ય ભારી ધાતુ તત્વોની સરખામણેએમાં તે અલ્પ પ્રમાણમાં ઝેરી છે. યુરોપિયમ સંયોજનોની ચળકવાના ગુણધર્મોને લઈને તેનો ઉપયોગ થતો હોય છે.