ફોસ્ફરસ

વિકિપીડિયામાંથી

ફોસ્ફરસ એ એક રાસાયણીક તત્વ છે જેની સંજ્ઞા P અને અણુ ક્રમાંક ૧૫ છે. આ એક નયટ્રોજન સમૂહનો આ એક અધાતુ તત્વ છે તે પરિવર્તી બંધનાંક ધરાવે છે. પ્રાયઃ ફોસ્ફરસ તેની ખનિજમાં અજૈવિક સ્ત્રોતમાં ઓક્સિડાઈઝ્ડ સ્વરૂપે ફોસ્ફેટ ખડકોના સ્વરૂપે મળી આવે છે. ગંધક તત્વ તેન બે મુખ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે સફેદ કે પીળો ફોસ્ફરસ અને લાલ ફોસ્ફરસ. પરંતુ રાસાય્ણિક દ્રષ્ટીએ અત્યંત ક્રિયાશીલ હોવાને કારણે તે તેના શુદ્ધ સ્વરૂપે મળતો નથી.

પીળો ફોસ્ફરસ સૌ પ્રથમ ૧૬૬૯માં છૂટો પાડવામાં આવ્યો. આ ફોસ્ફરસ ઓક્સિ જનની હાજરીમાં ચળકે છે આને સ્ફૂરદીપ્તિ કે ફોસ્ફોરેસન્સ કહે છે. આ ઉપરથી આ તત્વને ગ્રીક દંતકથાના પાત્ર હેસ્પેરસનું નામ પ્રભાતનો તારો - શુક્ર (વિનસ) કે પ્રાકાશધરક એવું આપવામાં આવ્યું. જોકે ફોસ્ફોરેસન્સ નો અર્થ તો પ્રકાશ પછી ચળકવું એવો થાય છે. ફોસ્ફરસનો આ ગુણ ધર્મ માત્ર પીળા ફોસ્ફરસમાં જ જોવા મળે છે અને લાલમાં નહી>

મોટાભાગના ફોસ્ફરસ સંયોજનોનો ઉપયોગ ખાતર તરીકે થાય છે. તે સિવાય ફોસ્ફરસના અન્ય મહત્વના ઉપયોગ છે : ડીટરજંટમાં ઓર્ગેનોફોસ્ફરસનો ઉપયોગ, કીટક નાશકમાં, ચેતાતંત્રની દવાઓમાં, માચિસ બનાવવામાં.[૧]

જીવન માટે ફોસ્ફરસ અત્યાવશ્યક છે. તે ફોસ્ફેટ્આ સ્વરૂપે ડી એન એ, આર એન એ અને એડિનોસિન ટ્રાય ફોસ્ફેટ અને કોષપટલ બનાવતા ફોસ્ફોલીપીડમાં હાજર હોય છે.ફોસ્ફરસ અને જીવન વચ્ચેનો અસંબંધ સ્થાપિત કરતો પ્રયોગ સ્વરૂપે માનવ મૂત્રમાંથી ફોસ્ફરસ સૌથી પ્રથમ છૂટું પડાયું હતું અને માનવ હાડકા પ્રાચીન કાળમાં ફોસ્ફેટનો મુખ્ય સ્ત્રોત હતાં. ફોસ્ફેટ ખનિજ એક રીતે જીવાશ્મિ જ હોય છે. અમુક જળીય કાર્ય પ્રણાલીઓના મર્યાદિત વિકાસનું કારણ ફોસ્ફેટની ઓછપ હોય છે. આજે ફોસ્ફરસ નો સૌથી મોપ્ટો વાણિજ્યીક ઉપયોગ રાસાયણિક ખાતરની નિર્મિતી છે. આવા ખાતર જમીનમાં વનસ્પતિ દ્વારા શોષાયેલા ફોસ્ફરસની આપૂર્તિ કરે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Herbert Diskowski, Thomas Hofmann "Phosphorus" in Ullmann's Encyclopedia of Industrial Chemistry 2005, Wiley-VCH, Weinheim. doi:10.1002/14356007.a19_505