એલ્યુમિનિયમ

વિકિપીડિયામાંથી
આવર્ત કોષ્ટકમાં એલ્યુમિનિયમ

એલ્યુમિનિયમ કે સ્ફટ્યાતુ એ બોરોન નામના રાસાયણીક જૂથની એક ચળકતી સફેદ ધાતુ છે. તેની સંજ્ઞા Al છે, અને તેનો અણુ ક્રમાંક ૧૩ છે. સામાન્ય સંજોગોમાં તે પાણીમાં અદ્રાવ્ય છે.

ઓક્સીજન અને સિલિકોન પછી એલ્યુમિનિયમ પૃથ્વી પર સૌથી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ રાસાયણિક તત્વ છે. પૃથ્વીના ઘન ભાગનો ૮% આ ધાતુનો બનેલો છે. એલ્યુમિનિયમ ધાતુ તેના મુક્ત સ્વરૂપે રાસાયણીક દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે આથી તે મુક્ત સ્વરૂપે મળતી નથી પણ તે લગભગ ૨૭૦ જેટલા ખનિજોમાં મળી આવે છે.[૧] એલ્યુમિનિયમની પ્રમુખ ખનિજ બોક્સાઇટ છે.

ખૂબ અલ્પ ઘનતા એ એલ્યુમિનિયમનું વિશિષ્ટ લક્ષણ છે. પરોક્ષીકરણના ગુણધર્મને કારણે એલ્યુમિનિયમને કાટ લાગતો નથી. એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુઓમાંથી બનેલ માળખાકીય ભાગો હવાઈ ઉદ્યોગ અને અન્ય વાહન વ્યવહાર ઉદ્યોગમાં અને અન્ય માળખાકીય ભાગોના નિર્માણઉદ્યોગમાં મહત્ત્વપૂર્ણ છે. વજનના અનુમાપનની દૃષ્ટિએ એલ્યુમિનિયમના સલ્ફેટ અને ઓક્સાઈડ સૌથી ઉપયોગી સંયોજનો છે.

એલ્યુમિનિયમના ક્ષારોની વાતાવરણમાં બહુ ઉપલબ્ધતા હોવા છતાં કોઈ પણ જીવ તેને ગ્રહણ કરતો હોય તેવું જણાયું નથી. આ ધાતુની વિશ્વમાં ફેલાવાને કરણે મોટાભાગના જીવો આના પ્રત્યે અસંવેદનશીલ હોય છે. એલ્યુમિનિયમ સંયોજનોની બહુ ઉપલબ્ધતા, શક્ય જૈવિક ઉપયોગિતા, ઉપયોગી કે વિપરિત, ને કારણે તેના ઉપયોગના અભ્યાસમાં વિહરમાન રસ રહ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Shakhashiri, Bassam Z. "Chemical of the Week: Aluminum". Science is Fun. મૂળ માંથી 2013-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2007-08-28.