લોરેન્સીયમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

લોરેન્સીયમ એ એક કિરણોત્સારી કૃત્રીમ રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Lr અને અણુ ક્રમાંક ૧૦૩ છે. આવર્તન કોઠામાં આ ૭ મા આવ્ર્તનાના ડી-ગણનું તત્વ છે. લેંથેનાઈડ શ્રેણીનું આ અંતિમ તત્વ છે. રાસાયણિક પ્રયોગો દર્શાવે છે કે આ તત્વ એ લ્યુટીયમ નામના તત્વનો ભારે હોમોલોગ તરીકે વર્તે છે અને તે અન્ય એક્ટિનાઈડ સમાન ગુણધર્મો ધરાવે છે.

આનું સંયોગીકરણ સૌ પ્રથમ વાર આલ્બર્ટ ઘીરોસો નામના અણુ ભૌતિકશાસ્ત્રીએ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૬૧ના કર્યું હતું. આનું નિર્માણ કાર્ય કેલીફોર્નિયામ, બોરોન-૧૦ અને બોરોન-૧૧ ધરાવતા ૩ મિલિગ્રામ નમૂના નો વિસ્ફોટ કરીને બનાવાયો હતો. આની નિર્માતા ટીમે આનું નમ લોરેન્સીયમ અને સંજ્ઞા Lw સૂચવી , પણ Lr સંજ્ઞાને માન્યતા મળી.

આના દરેક સમસ્થાનિકો કિરણોત્સારી હોય છે. લોરેન્સીયમ-૨૬૨ એ આનું સૌથી સ્થિર સમસ્થાનિક છે જેનો અર્ધ આયુષ્ય કાળ ૩.૬ કલાક હોય છે. લોરેન્સીયમ ના ૨૬૦,૨૬૧ અને ૨૬૨ સમસ્થાનિકોને બાદ કરતા અન્ય સમસ્થાનિકોનો અર્ધ આયુષ્ય કાળ ૧૦ મિનિટ કરતાં પણ ઓછો હોય છે.