લખાણ પર જાઓ

રુથરફોર્ડીયમ

વિકિપીડિયામાંથી

રુથરફોર્ડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Rf અને અણુ ક્રમાંક ૧૦૪ છે, આનુંનામ ન્યૂઝીલેંડના ભૌતિક શાસ્ત્રી અર્નેસ્ટ રુથરફોર્ડીયમ ના નામે રખાયું છે. આ એક કૃત્રીમ અને કિરણોત્સારી તત્વ છે. અનો સૌથે સ્થિર સમસ્થાનિક 267Rf છે જેનો અર્ધ આયુષ્ય કાળ લગભગ ૧.૩ કલાક જેટલો છે.

આવર્તન કોઠામાં આ ૬ જૂથનું તત્વ અને ટ્રાંસ-એક્ટિનાઈડ શ્રેણીનું તત્વનું પ્રથમ તત્વ છે. આ સાતમા આવર્તનનું જૂથ-૪ નું તત્વ છે. રાસાયણિક પ્રયોગો દર્શાવે છે કે આ તત્વ એ જૂથ - ૪ના હેફ્નીયમ નામના તત્વનો ભારે હોમોલોગ તરીકે વર્તે છે. રુથરફોર્ડીયમનઅ માત્ર અમુક ગુણધર્મોનીજ જાણ છે. તેના ગુણધર્મો જૂથ -૪ના અન્ય તત્વોને મળતા આવે છે જોકે રીલેટીવિસ્ટીક કોંટમ કેમેસ્ટ્રીની અમુક ગણતરી બતાવે છે કે આ તત્વના ગુણધર્મો ભિન્ન હોવા જોઈએ.

૧૯૬૦માં રશિયા અને કેલિફોર્નિયા યુ.એસ.એ. ની અમુક પ્રયોગશાળામામ્ રુથરફોર્ડીયમનઅ અમુક અણુઓ બનાવવામાં આવ્યાં હતાં. આ શોધ પહેલા કોણે કરી અને તેનું નામ શું અપાય તે વિષે વિવાદ હતો. છેવટે ૧૯૯૭ શુદ્ધ અને ઉપયોગિ રસાયણશાસ્ત્રની આંતરાષ્ટ્રીય સંસ્થાએ આ તત્વને રુથેરફોર્ડીયમને માન્યતા આપી.