એસ્ટાટીન

વિકિપીડિયામાંથી

એસ્ટાટીનએ એક કિરણોત્સારી રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા At અને અણુ ક્રમાંક ૮૫ છે. આ તત્વ પૃથ્વી પર અમુક ભારે તત્વોના ખંડનને પરિણામે જ ઉદ્ભવે છે, અને ખૂબ ઝડપથેએ ખંડન પામે છે, તેને કારણે આવર્તન કોઠા ના આનાથી ઉપરના તત્વો કરતાં આના વિષે ઓછી જાણકારી ઉપલબ્ધ છે. પણ સંશોધનો જણાવે છે કે આ તત્વ આવર્તન ગુણધર્મો અનુસરે છે, અને તે અનુસાર આ સૌથી ભારે હેલોજન છે, અને અન્ય હેલોજનની સરખામણી એ તેનું ગલન અને ઉત્કલન બિંદુ ઊંચું છે. અન્ય હેલોજન સમાન તે આયનિક એસ્ટેટાઈડ બનાવે છે અને ધન ઓક્સિડેશન સ્થિતી ધરાવે છે. એસ્ટેટાઈટ્આ અને આયોડાઈન માં મુખ્ય ફરક HAt અણુ માં હોય છે. અને તે એ છે કે ઋણ ભાર હાયડ્રોજનને બદલે એષ્ટેટાઈટને મળે છે.

એસ્ટાટીન નું નિર્માણ સૌ પ્રથમ વખત કેલ આઅ. કોર્સન, કેનેથ રોસ્સમેક્કેનાઈઝ અને એમિલો સીગ્રી એ ૧૯૪૦માં કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કર્યું હતું. તેના તણ વર્ષ્હ પછી પ્રાકૃતિક ખનિજમામ્ પણ એસ્ટાટીન ના અવશેષો મળ્યાં હતાં. અત્યાર સુધી ત્ના બધાં ભૌતિક અને રાસાયનિક ગુણધર્મો અન્ય તત્વો સાથેની સરખમણેએ દ્વારા નિષ્કર્ષિત કરાયા હતાં. એસ્ટાટીન ના અમુક સમસ્થાનિકો વિજ્ઞાન આલ્ફા કણો ઉત્સર્જક તરીકે વપરય છે અને વૈદકીય ક્ષેત્રોમાં એસ્ટાટીન -૨૧૧ નો ઉપયોગ પણ કરાયો છે. ટ્રાન્સ યુરેનિયમ તત્વ ન હોય તેવા તત્વોમાં એસ્ટાટીન સૌથી ઓછી બહુતાયત ધરાવતું તત્વ છે. જેની માત્ર કોઈપણ સમયે ૨૮ ગ્રામથી વધુ નથી હોતી.