લખાણ પર જાઓ

ડીસ્પ્રોસીયમ

વિકિપીડિયામાંથી

ડીસ્પ્રોસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Dy અને અણુ ક્રમાંક ૬૬ છે. આ એક દુર્લભ પાર્થિવ તત્વ છે જે ધાતુ જેવો ચળકાટ ધરાવે છે. આ ધાતુ પ્રકૃતિમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતી નથી. સંયોજિઓત સ્વરૂપે આ ધણાં ખનિજોમાં મળી આવે છે જેમ કે ઝેનોમાઈટ.પ્રાકૃતિક રીતે મળતો ડીપ્રોસીયમ ૭ સમસ્થાનિકો ધરાવે છે, તેમાં 164Dy સૌથી વધુ પ્રમાણમાં હોય છે.

ડીસ્પ્રોસીયામની શોધ સૌથી પહેલા ૧૮૮૬માં પોલ એમિલ લેકોક ડી બાયોસ્બોડ્રાન એ કરી. પણ ૧૯૫૦માં શોધાયેલી આયન બદલી પ્રક્રિયા પહેલાં આ ધાતુને છૂટી પાડી શકાઈ ન હતી. આ ધાતુની ન્યૂટ્રોન શોષણ ક્ષમતા ને કારણે અણુભઠ્ઠીમાં નિયામક તરીકે, તેના ચુંબકીય ગુણધર્મોને કારણે માહિતી સંગ્રહમાં, અને ટેફલોન-ડી ની બનાવટમાં વપરાશ થાય છે. દ્રાવ્ય ડીસ્પ્રોસીયમ હળવું ઝેરી છે જ્યારેદ્રાવ્ય સંયોજનો ઝેરી નથી.