લખાણ પર જાઓ

ટેલુરિયમ

વિકિપીડિયામાંથી

ટેલુરિયમએ એક રાસાયણિક તત્વ છે કે જેની સંજ્ઞા Te અને અણુ ક્રમાંક ૫૨ છે. આ એક બરડ, હળવી ઝેરી, સફેદ-ચળકતી ધાતુ સદશ છે કે ટીન જેવી દેખાય છે. આસાયણિક દ્રષ્ટિએ આ ધાતુ સેલિનિયમ અને ગંધક છે. આની શોધ ટ્રાન્સિલ્વાનિયામાં (આજે તે રોમનિયાનો ભાગ છે) ફ્રાન્ઝ્ -જોસેફ મુલર વોન રીચેનસ્ટાઈન દ્વારા થઈ. તેમણે સોનાની એક ખનિજમાંથેએ આ ધાતુ શોધી હતી. ૧૭૯૮માં માર્ટીન હેનરીચ ક્લેપ્રોથ દ્વારા લેટિન શબ્દ ટેલસ કે જેનો અર્થ પૃથ્વી થાય છે, તેના પરથી ટેલુરિયમ રખાયું.

ઘણી સોનાની ખનિજો ટેલુરિયમ ધરાવે છે પણ આ ધાતુનો મુખ્ય સ્ત્રોત તાંબા અને સીસાના નિષ્કર્ષણની આડ પેદાશ છે. આ ધાતુનો મુખ્ય ઉપયોગ મિશ્ર ધાતુઓની બનાવટમાં થાય છે. ખાસ કરીને તાંબા અને પોલાદમાં તેની યાંત્રિકતા વધારવા. સૌર કોષમાં અને અર્ધ વાહક તરીકે તેનો ઉપયોગ પણ આ ધાતુનો મહત્વનો ઉપયોગ છે.

ટૅલુરિયમ કોઈ જૈવિક ઉપયોગ ધરાવતું નથી. પણ અમુક ફૂગો તેને ગંધક અને સેલિનિયમના સ્થાને લઈ એમિનો એસિડ બનાવે છે જેમકે ટૅલ્યુરોસીસ્ટાઈન અને ટેલુરોમેથિઓનાઈન.[૧] માણસોમાં, ટેલુરિયમ આંશિક સાત્મી કરણ પામે ડાઈ મેથિલ ટેલ્યુરાઈડ (CH3)2Te બનાવે છે, આ એક વાયુ છે જેની ગંધ લસણ જેવી હોય છે અને ટૅલ્યુરીમ ગ્રહણ કરેલા કે વિષબાધા થી પીડિત લોકોની ઉચ્છવાશ માં આ ગંધ આવે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Ramadan, S. E.; Razak, A. A.; Ragab, A. M.; El-Meleigy, M. (1989). "Incorporation of tellurium into amino acids and proteins in a tellurium-tolerant fungi". Biological trace element research. 20 (3): 225–32. doi:10.1007/BF02917437. PMID 2484755.