રિનીયમ

વિકિપીડિયામાંથી

રિનીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Re અને અણુ ક્રમાંક ૭૫ છે. આ આવર્તન કોઠાના સાતમા જૂથનું સફેદ ચળકતું સંક્રાંતિ ધાતુ તત્વ છે. પૃથ્વી પર આની સાંદ્રતા ૧ અંશ પ્રતિ ૧૦૦ કરોડ અંશે હોઈ આ એક અત્યંત દુર્લભ તત્વ છે. આ તત્વ ત્રીજું સૌથી ઊંચું ગલન બિંદુ અને સૌથી ઊંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. આ ધાતુરાસાયણિક રીતે મેંગેનિઝ જેવી છે અને તે મોલિબ્ડેનમ અને તાંબાના સુધિકરણ દરમ્યાન મળી આવે છે. આ ધાતુ ઘણો મોટી ઓક્સિડેશન બંધનાક શ્રેની ધરાવે છે જે -૧ થી +૭ જેટલી હોય છે.

આની શોધ ૧૯૨૫માં થઈ અને સ્થિર તત્વની તે અંતિમ શોધ હતી. ત્યાર બાદ કોઈ પણ સ્થિર તત્વ શોધાયું નથી. આનું નામ યુરોપની રાઈન નદી પરથી રખાયું છે. જેટ્આ એંજીનમામ્ આ ધાતુ અને નિકલ આધારિત મિશ્ર ધાતુ વપરાય છે, આમ આ ધાતુ વાપરનાર જેટ એંજીન પ્રમુખ ઉદ્યોગ છે. તે સિવાય રાસાયણિક ઉદ્યોગમાં આ ધાતુ ઉદ્દીપક તરીકે વપ્રાય છે. આની અલ્પ ઉપલબ્ધતા અને ઊંચી માંગ ને કારણે આ સૌથી મોંઘી ઔદ્યોગિક ધાતુ છે જેનું ૦૧.૦૮.૨૦૧૧ ના સરાસરી મૂલ્ય ૪૫૭૫ અમેરિકન ડોલર પ્રતિ કિલો હતું. [૧] સંગ્રહિત ૨૦૧૨-૦૧-૧૫ ના રોજ વેબેક મશિન