ગેલિયમ

વિકિપીડિયામાંથી

ગેલિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ga અને અણુ ક્રમાંક ૩૧ છે. પ્રકૃતિમાં આ તત્વ મુક્ત સ્વરૂપે મળતો નથી, પરંતુ બોક્સાઇટ અને જસતની ખનિજમાં ગેલિયમ (III) આ તત્વ આંશિક રૂપે મળી આવે છે. આ ધાતુ એક નરમ ચળકતી ધાતુ છે, તાત્વીક ગેલીયમ એ નીચા ઉષ્ણતામાને બરડ અને સખત હોય છે. ઓરડાના ઉષ્ણતામાનથી જરાક ઊંચા ઉણતામાને ફેલિયમ પીગળવા માંડે છે, તેને હાથમાં પકડતાં તે પેગળી જાય છે. આના ગલન બિંદુને તાપમાન સંદર્ભના રૂપે ઉપયોગ કરવામાં આવે છે, આ ધાતુની ૧૮૭૫માં થયેલી શોધથી સેમી કન્ડક્ટર યુગ સુધી, આ ધાતુનો મુખ્ય ઉપયોગ ઉચ્ચ તાપમાનના થર્મોમેટ્રીક ક્ષેત્રે થાય છે. આ સિવાય તેનો ઉપયોગ અમુક ખાસ ગુણધર્મો ધરાવતી મિશ્ર ધાતુઓના નિર્માણ માટે થાય છે જે સ્થિરતા સંબંધી વિલક્ષણ ગુણધર્મો ધરાવે છે અથવા સરળતાથી પીગળી જાય. આની મિશ્રધાતુ ગેલિન્સ્ટન (૬૮.૫% ગેલિયમ, ૨૧.૫% ઈંડિયમ, ૧૦% ટિન) નું ગલન બિંદુ -૧૯ °સે જેટલું હોય છે.

સેમી કંડક્ટરમાં, મુખ્ય રીતે વપરાતું સંયોજન ગેલિયમ આર્સેનાઈડ છે. જેનો ઉપયોગ માઈક્રોવેવ સર્કીટરી અને ઈંફ્રા રેડ સાધનોમાં થાય છે. ગેલિયમ નાઇટ્રાઇડ અને ઈંડિયમ ગેલિયમ નાઇટ્રાઇડ જે સેમીકંડક્ટરમાં ઓછો ઉપયોગ ધરાવે છે તેઓ ભૂરી કે જાંબુડી રંગના એલ ઈ ડી અને ડાયોડ લેસર બનાવે છે. ગેલિયમનું ૯૫% ઉત્પાદન સેમીકંડક્ટર ઉદ્યોગ દ્વારા વાપરવામાં આવે છે. આ સિવાય આનો ઉપયોગ મિશ્ર ધાતુઓ અને બળતણ કોષ પર સંશોધન ચાલુ છે.

જીવશાસ્ત્રમાં ગેલિયમ જીવો માટે આવશ્યક હોય તેવું જણાયું નથી, પરંતુ ગેલિયમના પ્રાથમિક તત્વ ગેલિયમ (III) ની જૈવિક પ્રક્રિયા એવી હોય છે કે જાણે કે તે લોહ (III) હોય. આમ ગેલિયમ એવી ઘણી પ્રક્રિયાઓમાં વિકેન્દ્રીત થાય છે અને ઘણી જૈવિક પ્રક્રિયા પ્રત્યે પ્રતિક્રિયા બતાવે છે જેમાં લોહ (III) વપરાય છે. આ ક્રિયાઓમં બળતરા આદિ થતી હોય છે, જે અમુક રોગની સ્થિતી નું લક્ષણ હોય છે આને કારણે ગેલિયમના ક્ષારોનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધીય સ્વરૂપે પણ ગેલિયમના ઉપયોગ પર સંશોધનો ચાલુ છે.