કોબાલ્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કોબાલ્ટ અને તેનો ૧સેમી નો ઘન ટુકડો

કોબાલ્ટ[૧] એ એક રાસાયણીક તત્વ છે જેની રાસાયણીક સંજ્ઞા Co અને અણુ ક્રમાંક ૨૭ છે. તે પ્રકૃતિમં માત્ર રાસાયણીક સંયોજનો સ્વરૂપેજ મળે છે. રાસાયણીક ધાતુ ગાળણ પ્રક્રિયાઓ દ્વારા મેળવેલું શુદ્ધ કોબાલ્ટ એક રાખોડી-ચાંદી જેમ ચમકતી સખત ધાતુ છે.

કોબાલ્ટ આધારીત ભૂરા રંગ કણો પ્રાચીન કાળથી ઘરેણાં અને રંગો બનાવવા અને તથા કાંચને ભૂરી ઝાંય આપવા માટે થાતો આવ્યો છે. અલ્કેમીઓ આ રંગ બિસ્મથ નામની ધાતુને કારણે છે તેમ માનતા હતાં. ખાણીયાઓ અમુક ભૂરા રંગના ખનિજ કે જેમાંથી ધાતુ ગાળણ દરમ્યાન ઝેરી આર્સેનિક ધુમાડો નીકળતો હતો તેથી અને આ ધાતુના નામથી અજાણ હોવાને કારણે તેને કોબોલ્ડ ખનિજ ( જર્મન: ગોબ્લીન) કહેતાં. ૧૭૩૫માં આ ખનિજના ગાળણ દર્મ્યાન એક નવી જ ધાતુ મળી આવતા આને કોબોલ્ડ એવું નામ અપાયું.

આજકાલ કોબાલ્ટને કોબાલ્ટાઈટ જેવી અમુક ખનિજોમાંથી ખાસ કાઢવામાં આવે છે તેમ છતાં પણ તેના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત તો તાંબુ અને નિકલ ઉત્પાદનના ઉપપેદાશ તરીકેનો જ છે. ડેમોક્રેટિક રિપબ્લીક ઑફ કોંગો અને ઝાંબિયામાં ફેલાયેલો તાંબાની ખનિજનો પટ્ટ્ટામાંથી વિશ્વનું મોટા ભાગનું કોબાલ્ટ મળે છે.

લોબાલ્ટનો ઉપયોગ ચુંબકીય, ઘસારા રિધક અને અત્યંત મજબુત એવી મિશ્રધાતુઓ બનાવવા માટે થાય છે. કોબાલ્ટ સિલિકેટ અને કોબાલ્ટ(II) એલ્યુમિનેટ (CoAl2O4, કોબાલ્ટ બ્લ્યૂ) કાંચને નિરાળો ઘેરો ભૂરો રંગ આપે છે, સ્મોલ્ટ, ચિનાઈમાટી, શાહી, પેઈન્ટ અને વારનિશ આદિની બનાવટ માં પણ તે વપરાય છે. પ્રાકૃતિક રીતે કોબાલ્ટ માત્ર તેના એક સ્થિર બહુરૂપે અસ્તિત્વ ધરાવે છે જે છે કોબાલ્ટ-59. કોબાલ્ટ-૬૦ એક અત્યંત ઉપયોગિ વાણીજ્યીક મહત્ત્વ ધરાવરો રેડિયોસોટોપ (વિકિરણીય પદાર્થ) છે , અને તેનો ઉપયોગ રેડિયોએક્ટિવ ટ્રેસર અને ગામા કિરણોના નિર્માણ માટે થાય છે.

વિટામિન B12 તરીકે ઓળખાતા સહ ઉત્પ્રેરક (એન્ઝાઈમ) કોબાલ્મિનનો કોબાલ્ટ સક્રીય કેંદ્ર હોય છે. અને તે દરેક પ્રાણીઓના જીવન માટે આવશ્યક હોય છે. જીવાણુ, ફૂગ અને શેવાળોમાટે પણ કોબાલ્ટ એક આવશ્યક ઘટક છે.


સંદર્ભો[ફેરફાર કરો]

  1. Wells, John C. (1990). Longman pronunciation dictionary. Harlow, England: Longman. p. 139. ISBN 0582053838. Check date values in: |year= (મદદ) entry "cobalt"