લખાણ પર જાઓ

રેડૉન

વિકિપીડિયામાંથી

રેડોન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Rn અને અણુ ક્રમાંક ૮૬ છે. આ એક કિરણોત્સારી, રંગહીન, ગંધહીન, સ્વાદહીન નિષ્ક્રીય વાયુ છે. યુરેનિયમ કે થોરિયમ કિરણોત્સારી ખંડન થઈ આ તત્વ પ્રાકૃતિક રીતે નિર્માણ થાય છે. આનો સૌથી સ્થિર સમસ્થાનિક રેડોન - ૨૨૨ 222Rn, ૩.૮ દિવસનો અર્ધ આયુષ્ય કાળ ધરાવે છે. રેડોન એ સૌથી વધુ ઘન્ત્વ ધરાવતો પદાર્થ છે જે સામાન્ય સંજોગોમાં વાયુ સ્વરૂપે રહે છે. તેના કિરણોત્સારી ગુણધર્મોને કારણે તેને હાનિકારક ગણાય છે. આના તીવ્ર કિરણોત્સારને કારણે તેનો રાસાયણિક અભ્યાસ કરી શકાયો નથી તેના માત્ર અમુક જ સંયોજનો જ્ઞાત છે.

યુઅરેનિયમ અને થોરિયમના સામાન્ય વિકરણીત પ્રક્રિયા દરમ્યાન રેડૉન બને છે. પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી યુરેનિયમ અને થોરિયમ નિર્માણ થયાં છે અને તેના સૌથી સામાન્ય સમસ્થનિકોનો અર્ધ આયુષ્ય કાળ ૪૫૦ કરોડ વર્ષ જેટલો છે. અને કારણે યુરેનિઅયમ થોરિયમ અને તે હિસાબે રેડૉન પણ આવનારા ઘણામ્ વર્ષોમાં તે જ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવશે જે પ્રમાણમાં તેઓ વિહરમાન છે. [૧]

આયનીકરણ કિરણોત્સારના મોટાભાગના પરિણામો માટે રેડૉન જવાબદાર છે. કોઈ એક વ્યક્તિના પાર્શ્વ કિરણોત્સાર અસર માટૅ આ એક તત્વ જવાબદાર છે અને સ્થળે સ્થળે તે જવાબદાર છે. પ્રાકૃતિક સ્ત્રોત પરથી ગળતું રેડૉન અમુક ઈમારતોમાં જમા થઈ જાય છે જેમકે માળીયા કે ભોંયરામાં. આ અમુક ઝરણાંઓના પાણીમાં કે ઉષ્ણ પાણીના ઝરાઓમાં પણ મળી આવે છે. [૨]

સંશોધનો દ્વારા જણયું છે કે ફેફસાના કેન્સર અને રેડૉનના મોટા પ્રમાણમાં શ્વાસમાં લેવા વચ્ચે સીધો સંબંધ છે. આમ ઘરની અંદરની હવાને પ્રદૂષિત કરનાર દ્વવ્ય તરીકે જાણીતો છે. અમેરિકાના સંયુક્ત સંસ્થાનો ની પર્યાવરણ સંસ્થા દ્વારા રેડૉનને ફેંફસાના કેન્સરનું બીજું સૌથી પ્રમુખ કારણ મનાયું છે. સિગરેટ ધુમ્રપાન પછી તે બીજું સૌથી મોટું કારણ છે.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Toxological profile for radon સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૫ ના રોજ વેબેક મશિન, Agency for Toxic Substances and Disease Registry, U.S. Public Health Service, In collaboration with U.S. Environmental Protection Agency, December 1990.
  2. "Facts about Radon". Facts about. મેળવેલ 2008-09-07.
  3. "A Citizen's Guide to Radon". U.S. Environmental Protection Agency. January 2009. મેળવેલ 2008-06-26.