લખાણ પર જાઓ

પોટેશિયમ

વિકિપીડિયામાંથી

પોટેશિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા K ( નીઓ-લેટિન ભાષામાં કેલિયમ(kalium)) અને અણુ ક્રમાંક ૧૯ છે. આ એક નરમ હળવું અને સફેદ ચળકતું આલ્કલી ધાતુ તત્વ છે. આ ધતુ પૃથ્વીના વાતાવરણમઅં ખૂબ ઝડપથેએ ઓક્સિડેશન પામે છે અને જે પાણી સાથે ખૂબ ક્રિયાશીલ છે. પાણીમાં ઉમેરતા આ ધાતુ ઉષ્ણતા અને હાયડ્રોજન વાયુ મુક્ત કરે છે, આ ઉષ્ણતા એટલી હોય છે કે તે ઉત્પન્ન થયેલા હાયડ્રોજન વાયુને સળગાવી દેવા સમર્થ હોય છે.

પોટેશિયમ અને સોડિયમ રાસયણિક દ્રષ્ટિએ ઘણાં મળતા આવે છે. આને કારણે રાસાયણિક દ્રષ્ટિએ તેમના ક્ષારો ક્ને સંયોજનો નો ફરક કરવામાં ઘણો સમય લાગ્યો હતો. ૧૭૦૨માં જ તેમના ક્ષારોમાં જુદા જુદા તત્વો હોવાની આશંકા ગઈ હતી અને ૧૮૦૭માં વિવિધ ક્ષારોમાંથી જ્યારે પોટેશિયમ અને સોડિયમના ક્ષારોને વિદ્યુત પૃથ કરણ દ્વારા છૂટા પાડી શકાયા ત્યારે આ ભેદ ખૂલ્યો. પ્રકૃતિમામ્ પોટેશિયમ માત્ર આયનિક સંયોજનો કે ક્ષારો સ્વરૂપે જ મળી આવે છે. આ ધાતુ દરિયાના પાણીમાં ઓગળેલી હોય છે ( જે ૦.૦૪% પોટેશિયમ વજન ના અનુપાત[][]), અને ઘણા ખનિજ ક્ષારોનો પણ ભાગ હોય છે.

પોટેશિયમ સંયોજનો કે મિશ્રણો નો ઔદ્યોગિક વપરાશ તેની પાણીમાં ઓગળી શકવાની શક્તિને આભારી છે જેમકે પોટેશિયમ સાબુઓ. પોટેશિયમ ધાતુના માત્ર અમુક જ સીધા ઉપયોગ હોય છે કેમકે સોડિયમ એ તેનું સ્થાન લઈ લીધું છે.

દરેક સજીવના કોષના કાર્યક્ષમતા માટે પોટેશિયમ જરૂરી છે. ચેતા તંત્રમાં ચેતનાના આવાગમનમઅં પોટેશિયમ આયનનું વિખરાવવવું એ પ્રમુખ પ્રક્રિયા છે. માનવ સહિત અન્ય પ્રાણીઓમાં પોટેશિયમની ઉણપ ઘણા હૃદય વિકારોનું કારણ બને છે. વનસ્પતિના કોષમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોય છે અને મિશ્ર અન્ન માં ફળોમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. વનસ્પતિમાં સોડિયમની સરખામણીએ વધુ પ્રમાણમાં પોટેશિયમની સાંદ્રતા હોવાથી ઇતિહાસમાં સૌ પ્રથમ વનસ્પતિની રાખમાંથેએ છૂટા પડાયેલા તત્વ પોટાશમાંથી જે તત્વ છૂટું પડ્યું તેને પોટેશિયમ નામ મળ્યું. વધુ પડતાં મ્પાક લેવાથી માટીમાં પોટેશિયમનો ઝડપથી ક્ષય થાય છે.વિશ્વના પોટેશિયમ ઉત્પાદનનો ૯૫% ભાગ ખાતર નિર્માણમાં વપરાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Webb, D. A. (1939). "The Sodium and Potassium Content of Sea Water" (PDF). The Journal of Experimental Biology: 183. Unknown parameter |month= ignored (મદદ)
  2. Anthoni, J. (2006). "Detailed composition of seawater at 3.5% salinity". seafriends.org.nz. મેળવેલ 23 September 2011.