બ્રોમિન

વિકિપીડિયામાંથી

બ્રોમિન; એ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ બ્રોમોસ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ બકરાની ગંધ એવો થાય છે[૧] આ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Br, અને અણુ ક્રમાંક ૩૫ , અને અણુભાર ૭૯.૯૦૪ છે. આનો સમાવેશ હેલોજન સમૂહમાં થાય છે. ૧૮૨૫-૨૬માં આ તત્વને બે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા છૂટો પડાયો હતો. કાર્લ જેકબ લોવીંગ અને એન્ટોઈન જેરોમ બલાર્ડ. શુદ્ધ તત્વ સ્વરૂપે ઓરડાના તાપમને બ્રોમિન એ ધુમાડા નીકળતું ,ઝેરી, અત્યંત સાંદ્ર લાલ-કથ્થઈ રંગનું પ્રવાહી છે. તેના ગુણધર્મો ક્લોરિન અને આયોડિનની વચ્ચેના હોય છે. પ્રકૃતિમાં શુદ્ધ બ્રોમિન મળતું નથી, પણે તે સ્ફટિક સ્વરૂપે રંગહીન પાણીમાં દ્રાવ્ય એવા હેલાઈડ ક્ષાર સ્વરૂપે મળે છે જે મીઠા જેવા દેખાય છે.

પૃથ્વી પરના ૩/૪ તત્વો કરતાં બ્રોમિન ઓછી બહુતાયત ધરાવે છે, જો કે તેના મૂલકો કે આયનોની પાણીમાં દ્રાવ્યતાને કારણે તે સમુદ્રોમામ્ વધુ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. વાણિજ્યીક રીતે આનું ઉત્પાદન બ્રાઈન પુલ્સ તરીકે ઓળખાતી જગ્યાએ કરવામાં આવે છે કે જે મોટે ભાગે યુનાયટેડ સ્ટેટ્સ, ઈઝરાયલ અને ચીનમાં આવેલા છે. ૫૫૬૦૦૦ ટન જેટલા બ્રોમિન નું ઉત્પાદન ૨૦૦૭માં કરવામાં આવ્યું હતુ જે આની ઘણી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ એવા મેગ્નેશિયમ જેટલું હતું.

ઉંચા ઉષ્ણતામાને ઓર્ગેનો બ્રોમાઈન સંયોનજનોનું ખૂબ સરળતાથે બ્રોમિન અણુઓમાં રૂપાંતર કરી શકાય છે. આ પ્રક્રિયા મુક્ત રાસાયણિક શૃખંલા પ્રક્રિયા ને રોકે છે. આને કારણે આ સંયોજનો એક ઉત્તમ અગ્નિરોધક હોય છે.આજ બ્રોમિનનો મુખ્ય ઉપયોગ છે જેમાં બ્રોમિનનિં આધા ભાગથી પણ વધારે ઉતાદન વપરાય છે. આજ ગુણધર્મને કારણે ઉર્ધ્વપાતી ઓર્ગેનો બ્રોમાઈન સંયોજનો . સૂર્ય પ્રકાશની હાજરીમાં , બ્રોમિન અણુઓ મુક્ત કરે છે જેઓ ઓઝોનના ક્ષયમાં ખૂબ અસરકારક હોય છે. આવા ગુણ ધર્મને કારણે મેથિલ બ્રોમાઈન નામના જંતુનાશક સંયોજનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ જંતુનાશકનું ઉત્પાદન બૂતકાળમાં પબ્રોમિનની પેદાશનો મોટો જથ્થો ખાઈ જતો હતો. આ સિવાય બ્રોમિન સંયોજનોના ઉપયોગ છે કૂવો ખોદવાના દ્રાવણો, કાર્બનિક રસાયણોના ઉત્પાદનમાં મદ્યવર્તી પદાર્થ કે વચગાળાના પદાર્થ તરીકે, અને ફીલ્મ ફોટોગ્રાફીમાં.

સસ્તન પ્રાણીઓઆમ્ બ્રોમિનનો કોઈ વિશિષ્ટ ઉપયોગ કે જરૂરિયાત હોતી નથી. તેમ છતાં માનવ પ્રતિરક્ષા પ્રણાલીમાંના એક પ્રજીવે વિરોધી ઉત્પ્રેરક દ્વારા આને ક્લોરાડની તુલનાએ પ્રાધાન્ય અપાય છે. દરિયાનીએ અમુક નીચલાના સ્તરના જીવો કખા કરીને શેવાળને ઓર્ગેનોબ્રોમાઈદને જરૂર હોય છે અથવા એઓમાં આને ઉત્પ્રેરકો દ્વારા ઉત્પન્ન કરાય છે. આ શેવાળની રાખ એ બ્રોમિનની શોધનો મુખ્ય ભાગ હતી . ઔષધશાસ્ત્ર માં સાદા બ્રોમિન આયન Br માનવ કેંદ્રીય ચેતા તંત્ર પર અવરોધી અસર કરે છે. એક સમયે બ્રોમિન ના ક્ષારો એક્ પ્રમુખ શામક ઔષ્હધો હતાં જ્યારે ટૂંકા ગાળે અસર કરતી દવાઓ શોધાઈ ન હતી. આજે પણ ફેફરા કે ફીટ આ સામે તે અસર કારક દવા તરીકે વપરય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gemoll W, Vretska K (1997). Griechisch-Deutsches Schul- und Handwörterbuch ("Greek-German dictionary"), 9th ed. öbvhpt. ISBN 3-209-00108-1.