લખાણ પર જાઓ

ટાઇટેનિયમ

વિકિપીડિયામાંથી

ટાઇટેનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Ti છે અને અણુ ક્રમાંક ૨૨ છે. આને ઘનતા ઓછી છે અને તે સખત, ચળકાટ ધરાવતી અને કાટ કે ખવાણ પ્રતિરોધી (તે દરિયાના પાણી, અમ્લ રાજ અને ક્લોરિનમાં પણ ખવાણ પ્રત્યે પણ પ્રતિરોધક) ગુણધર્મ ધરાવતી ચાંદી જેવા રંગની સંક્રાંતિ ધાતુ તત્વ છે.

માર્ટીન હેઈન્રીચ ક્લાપોર્થ એ ટાઇટેનિયમ નામ ગ્રીક પુરાણકથાઓના ટાયટન્સ નામના પાત્ર પરથી રાખ્યું.

ટાઇટેનિયમની શોધ ગ્રેટ બ્રિટેનના કોર્નવોલમાં વિલિયમ ગ્રેગર દ્વારા કરવામાં આવે હતી. આ ધાતુનિં નામ કરણ માર્ટિન હીનરીચ કેપ્લોર્થ દ્વારા ગ્રીક દંત કથાના પાત્ર ટાઇટન પરથી કરવામાં આવ્યું હતું. આ તત્વ ઘણાં ખનિજોમાં મળી આવે છે જેમકે રુટાઈલ અને ઈલ્મેનાઈટ. આખનિજો પૃથ્વી પર ઘણી જગ્યાએ મળી આવે છે. ટાઈટેનિયમ આ તત્વ લગભગ દરેક જીવોમાં, ખડકોમાં, પાણીઓમાં અને માટીમાં મળી આવે છે. મુખ્યતે આ ધાતુનું નિષ્કર્ષણ તેની પ્રમુખ ખનિજ માંથી ક્રોલ પ્રક્રિયા દ્વારા અથવા હન્ટર પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આનો પ્રમુખ સંયોજન ટાઇટેનિયમ ડાયોક્સાઇડ એ જાણીતું પ્રકાશ સંશ્લેષણ ઉદ્દીપક છે અની સફેદ રંદ દ્રવ્ય તરીકે ઉપયોગિ છે.[] તેના અન્ય સંયોજન છે ટાઇટેનિયમ ટેટ્રાક્લોરાઈડ (TiCl4), એ સ્મોક સ્ક્રીન (સૈન્ય આદિ ની હલચલ સંતાડવા માટે કરાતો ધુમાડો) નો ભાગ હોય છે અને તે ઉદ્દીપક તરીકે ઉપયોગિ છે. ટાઈટેનિયમ ટ્રાયક્લોરાઈડ એ પોલીપ્રોપેલિનના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે વપરાય છે.

ટાઇટેનિયમને લોખંડ, અલ્યુમિનિયમ, વેનેડિયમ, મોલિબ્ડેનમ તથા અન્ય તત્વો સથે મિશ્ર ધાઉઓ બનાવે છે જે મજબૂત , હળવી હોય છે અને હવાઈ વાહનો (જેટ એંજીન, મિસાઈલ અને અવકાશ યાન આદિ), સૈન્ય,રાસાયણિક કારખાનાઓ, પાણીના નોક્ષારીકરણ કારખાના, ઓટોમોટિવ કારખાના, ખેત પેદાશ, વેદકીય ( પ્રોસ્થેસીસ), ઓર્થોપેડીક (અસ્થિ ઈલાજ), દંત અને પેઢાના ઈલાજના ઓજારો અને કાનસ, ખેલકૂદના સાધનો , ઝવેરાત, મોબાઈલ અને અન્ય ઉપયોગો ધરાવે છે.

આ ધાતુની સૌથી મહત્વનો ગુણધર્મ છે તેની ખવાણ કે કાટ પ્રતિરોધકતા અને તેની ઉચ્ચ મજબૂતાઈ-વજન અનુપાત જે અન્ય કોઈ પણ ધાતુથી વધારે છે. [] તેના શુધ સ્વરૂપે ટાઈટેનિયમ કોઈ પોલાદ જેટલું શક્તિ શાળી હોય છે પણ તેનું વજન પોલાદ કરતાં ૪૫% ઓછું હોય છે.[] T આ ધાતુના બે વિવિધરૂપો છે [] અને આ તત્વના પાંચ પ્રાકૃતિક રીતે મળી આવતાં આઈસોટોપ છે , 46Ti થી 50Ti, જેમાં 48Ti સૌથી વધુ પ્રમાણ માં મળે છે (73.8%).[] ટાઇટેનિયમના ઘણાં રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો અન્ય તત્વ ઝીર્કોનિયમની સમાન છે કેમકે તે બંને સમાન બંધનાંક ઇલેકટ્રોન ધરાવે છે અને તે આવર્ત કોઠાના સમાન જૂથમાં આવે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Krebs, Robert E. (2006). The History and Use of Our Earth's Chemical Elements: A Reference Guide (2nd edition). Westport, CT: Greenwood Press. ISBN 0313334382.
  2. Matthew J. Donachie, Jr. (1988). TITANIUM: A Technical Guide. Metals Park, OH: ASM International. p. 11. ISBN 0871703092.
  3. Barksdale 1968, p. 738
  4. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 613: attempt to compare two nil values.
  5. Barbalace, Kenneth L. (2006). "Periodic Table of Elements: Ti – Titanium". મેળવેલ 2006-12-26. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)