સીબોર્ગીયમ

વિકિપીડિયામાંથી

સીબોર્ગીયમએ એક કૃત્રિમ રાસાયનિક તત્વ છે જેની સંજ્ઞા Sg અને અણુ ક્રમાંક ૧૦૬ છે.

આનો સૌથી સ્થિર સમસ્થાનિક 271Sg છે જેનો અર્ધ આયુષ્ય કાલ ૧.૯ મિનિટ છે. આનો એક નવો સમસ્થાનિક 269Sg શોધાયો છે કે જે જરા વધુ ૨.૧ મિનિટનું અર્ધ આયુષ્ય ધરાવે છે. રાસાયણિક પ્રયોગો બતાવે છે કે આ તત્વ જૂથ-૬ ના ટંગસ્ટનનો ભારી હોમોલોગ છે.