લખાણ પર જાઓ

રેડિયમ

વિકિપીડિયામાંથી

રેડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૮૮ અને જેની સંજ્ઞા Ra છે. રેડિઅયમ એ અત્યંત શુભ્ર એવી સફેદ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ]] છે. હવામં ખુલ્લીરાખતાં આ ધતુનું ઓક્સિડેશન થાઈ તે કાળી પડી જાય છે. રેડિઅયમના દરેક સમસ્થાનિકો અત્યંત કિરણોત્સારી હોય છે. તેમાં સૌથી વધુ સ્થિરતા ધરાવતું સમસ્થાનિક છે રેડિયમ-૨૨૬ જેનો અર્ધ આયુષ્ય કાળ ૧૬૦૧ વર્શ હોય છે. અને કિરણોત્સારી ખવાણ થઈ તે રેડૉન વાયુમાં રૂપાંતરીત થઈ જાય છે. આવી અસ્થિરતાને કારણે રેડિયમ એક ચળકતો પદાર્થ છે કે હલા ભૂરા રંગે ચળકે છે.

રેડિયમ ક્લોરાઈડના સ્વરૂપે અ ધાતુની શોધ મેરે ક્યુરી અને પેરી ક્યુરી એ ૧૮૯૮માં કરી હતી. તેમણે યુરેનિનાઈટ ખનિજમાંથી આ તત્વ ની શોધ કરી અને તેના પાંચ દિવસ બાદ ફ્રેંચ એકેડમી ઑફ સાયંસીસમાં પ્રસિદ્ધ કરી. ૧૯૧૦માં મેરી ક્યુરી અને એન્ડ્રે લ્યુઈસ ડેબીર્ને એ રેડિયમ ક્લોરાઈડના વિદ્યુત પૃથકરણ કરીને રેડિયમ છુટું પાડ્યું હતું. આની શોધ થઈ ત્યારથી આને વિવિધ નામ અપાયા છે જેમકે રેડિયમ A અને radium C2 વિગેરે.

પ્રાકૃતિમાં યુરિનિયમની ખનિજ યુરેનાઈટ રેડિયમ આંશિક સ્વરૂપે મળે છે તે એક ટન ખનિજમાં એક ગ્રામના સાતમા ભાગ જેટલું હોય છે. જીવીત પ્રાણીઓ માટે તે જરૂરી તત્વ નથી. માનવ સંપર્કમાં આવતા તે જોખમી છે.