લખાણ પર જાઓ

રોડિયમ

વિકિપીડિયામાંથી

રોડિયમ એ એક રાસાયણિક તત્વ છે જે એક દુર્લભ, સફેદ-ચળકતી, સખત અને રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રીય સંક્રાંતિ ધાતુ તત્વ છે. તે પ્લેટિનમ જૂથનું તત્વ છે. આની રાસાયણિક સંજ્ઞા Rh અને અણુ ક્રમાંક ૪૫ છે. આ ધાતુનો માત્ર એક જ સમસ્થાનિક છે, 103Rh. પ્રાકૃતિક રીતે મળી આવતું રોડિયમ મુક્ત ધાતુ સ્વરૂપે મળે છે, જે તેની સમાન ધાતુઓ સાથે મિધ ધાતુ સ્વરૂપે મળે છે પણ ક્યારેય રાસાયનિક સંયોજન સ્વરૂપે મળતું નથી. આ એક સૌથી દુર્લબ અને સૌથી મોંઘી ધાતુ છે.

રોડિયમને આદર્શ ધાતુ પણ કહેવામાં આવે છે, કેમકે તેને કાટ લાગતો નથી. આ ધાતુ પ્લેટિનમ અને નિકલ ધાતુની ખનિજોમાં પ્લેટિનમ જૂથની અન્ય ધાતુ સાથે મિશ્ર અવસ્થામાં મળી આવે છે. આની શોધ ૧૯૦૩માં વિલિયમ હાઈડ વોલેસ્ટન દ્વારા આને આવી એક ખનિજ માંથી શોધી કઢાઈ હતી, તેમણે આનું નામ આના એક ક્લોરિન સાથેના સંયોજનના આછા ગુલાબી રંગ પરથી પાડ્યું કે જેને અમ્લ રાજ સાથે પ્રક્રિયા પછી મેળવાયો હતો.

આ તત્વના ઉત્પાદનનો મુખ્ય ભાગ (૮૦%) વાહન વ્યવહારના ત્રિ-માર્ગી કેટાલિટીક કન્વર્ટર બનાવવા માં એક કેટાલીસ્ટ તરીકે થાય છે. આ ધાતુ કાટ રોધી અને મોઇટા ભાગના રસાયણો પ્રત્યે નિષ્ક્રીય હોવાથી આનો ઉપયોગ પ્લેટિનમ તથા પેલાડિયમ જેવી અન્ય ધાતુ સાથે ઉચ્ચ તાપમાન અને કાટ રોધી આવરણ ચઢાવવા માટે થાય છે. રંગીન સોનું કે સફેદ સોનું પ્રાયઃ રોડિયમ ધાતુનો ઢોળ ચડાવીને બનાવાય છે. ચાંદી પર રોડિયમનો ઢોળ ચડાવીને તેને કાટ રોધી બનાવાય છે.

ન્યૂટ્રોન ફ્લક્સ સ્તરની ચકાસણી માટે અણુ ભઠ્ઠીમાં રોડિયમ આધારિત ચકાસણી માટે કરવામાં આવે છે.