બેરિયમ

વિકિપીડિયામાંથી

બેરિયમ એ એક રાસાયણિક તત્વ જેની સંજ્ઞા Ba અને અણુ ક્રમાંક ૫૬ છે. આવર્તન કોઠાના બીજા સમૂહનું આ પાંચમું તત્વ છે. આ મૃદુ ચળકતી ધાતુ સમાન આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે. બેરિયમ તેની હવા સાથેની રાસાયણીક ક્રિયાશીલતાને કારણે પ્રકૃતિમાં તેના શુદ્ધ સ્વરૂપે મળી આવતી નથી.

આનો ઓક્સાઈક ઐતિહાસિક રીતે બેરીટા તરીકે જાણીતો છે. તે પાણી અને કાર્બન ડાયોક્સાઈસ સાથે પ્રક્રિયા કરે છે આથી ખનિજ રૂપે મળતો નથી. સૌથી સુલભ રીતે મળતી તેની ખનિજ છે બેરિયમ સલ્ફેટ BaSO4 જે પાણીમાં અદ્રાવ્ય છે. તેને બ્વ્હેરાઈટ તરીકે ઓળખાય છે. આ સિવાય બેરિયમ કાર્બોનેટ BaCO3 વ્હાઈટરાઈટ પણ એક ખનિજ છે. બેરિયમ શબ્દ ગ્રીક શબ્દ બેરીસ (βαρύς) પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ભારે. કે બેરિયમની વજનદાર ખનિજોને કારણે હોઈ શકે છે.

બેરિયમના અમુક ઔદ્યોગિક ઉપયોગ છે પણ ઐતિહાસિક રીતે તેને અવકાશ રચવા અવકાશ નળીઓમાં માટે વાયુ ગ્રાહક તરીકે વપરાય છે. બેરિયમના સંયોજનો જ્વાળાને લીલો રંગ આપે છે માટે તે ફટાકડા અને આતાશબાજીમાં વપરાય છે. બેરિયમ સલ્ફેટ તેની ઘનતા, અદ્રાવકતા અને ક્ષ-કિરણો પ્રત્યે અપારદર્શક હોવાથી ઉપયોગિ છે. તેલના કૂવા ખોદતી વખતે તેની લૂગદીનો ઉપયોગ થાય છે અને શુદ્ધ સ્વરૂપે માણસના પેટના રોગ નિદાન માટે ક્ષ-કિરણ રોધક તરીકે વપરાય છે. બેરિયમના દ્રાવ્ય સંયોજનો બેરિયમ આયને કારને ઝેરી હોય છે અને ઉંદર મારવા માટે વપરાય છે. બેરિયમના નવા ઉપયોગો પર સંશોધન ચાલુ છે. અમુક ઉચ્ચતાપમાન સુવાહકો અને ઈલેક્ટ્રોસિરેમિક્સનો આ એક ભાગ છે.