થુલિયમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

થુલિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Tm અને અણુ ક્રમાંક ૬૯ છે. થુલિયમ અલેંથેનાઈડ્સ શ્રેણીનું બીજું સૌથી ઓછી બહુતાયત ધરાવતું તત્વ છે તે પૃથ્વી પર અત્યંત અલ્પ પ્રમાણમાં મળે છે. આ એક સરળતાથે કાર્ય કરી શકાતી રાખોડી ચળકતી ધાતુ છે. આની ઊંચી કિમંત અને દુર્લભતા હોવા છતાં આનો ઉપયોગ અહીં તહીં લઈ જઈ શકાય તેવા ક્ષ કિરણ યંત્ર માં કિરણોત્સાર જનક તત્વ તરીકે વપરાય છે. આ સિવાય તે ઘન સ્વરૂપે લેસરમાં તે વપરાય છે.