લખાણ પર જાઓ

પરમાણુ ક્રમાંક

વિકિપીડિયામાંથી
પરમાણુ ક્રમાંકની સમજણ.

રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્રમાં, પરમાણુ ક્રમાંક (અથવા પ્રોટોન ક્રમાંક) એ કોઈપણ તત્વની પરમાણુ નાભિમાં રહેલા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. આને આ હિસાબે તેને નાભિના વિદ્યુત ભારનો ક્રમાંક પણ કહી શકાય છે. કોઇપણ આવેશરહિત પરમાણુ પર ઈલેક્ટ્રોનની સંખ્યા પણ પરમાણુક્રમાંકની બરાબર હોય છે. રાસાયણિક તત્વોને એના ચઢતા પરમાણુ ક્રમાંક પ્રમાણેના ક્રમમાં વિશેષ રીતથી ગોઠવવાથી આવર્ત સારણીનું નિર્માણ થતું હોય છે. જેનાથી આ તત્વોના અનેક રાસાયણિક તેમ જ ભૌતિક ગુણ સ્વયંસ્પષ્ટ થઇ જાય છે. આને પારંપારિક રીતે અંગ્રેજી અક્ષર Z વડે દર્શાવાય છે. આ ક્રમાંક કોઈ પણ રાસાયણિક તત્વને અનન્ય રીતે બતાવે છે. વિદ્યુતભારની દ્રષ્ટિએ કોઈ પણ ભાર ન ધરાવનાર અણુઓમાં પ્રોટેઓન અને ઈલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે.

અણુ ક્રમાંક Z ને અણુ ભાર A સમજીને થાપ ન ખાવી જોઈએ તે અન્ય વસ્તુ છે. અણુભાર એ અણુના કેંદ્રમાંના પ્રોટોન અને ન્યૂટ્રોનની સંખ્યાનો સરવાળો હોય છે. પરમાણુની નાભિમાંના ન્યૂટ્રોનની સંખ્યાને ન્યૂટ્રોન ક્રમાંક કહે છે તેને N સંજ્ઞા વડે બતાવાય છે. આમ, A = Z + N. સામાન્ય રીતે પ્રોટોન અને ન્યૂટ્રોન નું દ્રવ્યમાન સમાન હોય છે. (અને ઈલેક્ટ્રોનનું પ્રોટોન ન્યૂટ્રોનની સરખામણીએ દ્રવ્યમાન નહીવત્ હોય છે ), અને તેની દ્રવ્યમાન ખોડ ઘણી સૂક્ષ્મ હોય છે.

કોઈપણ તત્વના અણુઓને માત્ર એક અને એક જ પરમાણુ ક્રમાંક હોય છે પણ એક તત્વના અણુઓમાં ન્યૂટ્રોનની સંખ્યા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. આને પરિણામે તે તત્વના પરમાણુઓના પરમાણુભાર ભિન્ન હોય છે જેને સમસ્થાનિકો કહે છે. પ્રકૃતિમાં તત્વોના અણુઓ સમસ્થાનિકોના મિશ્રણ સ્વરૂપે મળે છે. આવા સમસ્થાનિકોના અણુભારની સરાસરી કાઢીને તત્વનો અણુભાર શોધવામાં આવે છે.

આ તત્વની સંજ્ઞા Z એ જર્મન શબ્દ Atomzahl (અર્થાત્ પરમાણુ ક્રમાંક) પરથી આવેલી હોવાનું મનાય છે.

કેટલાક તત્વોના પરમાણુ ક્રમાંક

[ફેરફાર કરો]

સમસ્થાનિક

[ફેરફાર કરો]

કેટલાક રાસાયણિક તત્વ એવાં પણ હોય છે, જેની નાભિમાં પ્રોટૉનની સંખ્યા (અર્થાત પરમાણુ ક્રમાંક) તો સમાન હોય છે પરંતુ એની નાભિમાં ન્યુટ્રૉનની સંખ્યા અલગ-અલગ હોય છે. આ પરમાણુઓ સમસ્થાનિક (isotope) કહેવાય છે. આ તત્વોના રાસાયણિક ગુણ તો પ્રાયઃ સમાન હોય છે, પરંતુ કેટલાક ભૌતિક ગુણ ભિન્ન હોય છે.