નારિયેળ

વિકિપીડિયામાંથી

નારિયેળ અને નારિયેળી
Cocos nucifera
Coconut palm (Cocos nucifera)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Class: Monocots[૧]
Order: Arecales
Suborder: Commelinids
Family: Arecaceae
Subfamily: Arecoideae
Tribe: Cocoeae
Genus: ''Cocos''
Species: ''C. nucifera''
દ્વિનામી નામ
Cocos nucifera

નારિયેળ કે શ્રીફળ એક ફળ છે. જે "નારિયેળી"ના વૃક્ષ પર ઉગે છે.

ફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે.

અન્ય નામો[ફેરફાર કરો]

નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દૃષ્ટિથી નારિયેળને શ્રીફળ નામથી ઓળખાય છે.

ધર્મમાં[ફેરફાર કરો]

હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નારિયેળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે. પાકી ગયેલું નારિયેળ હિંદુ ધર્મમાં પવિત્ર ફળ મનાય છે અને મંદિરમાં ભગવાનને ધરાવાય છે તેમ જ ઘણાં ધાર્મિક, સામાજિક પ્રસંગોમાં તેનો ઉપયોગ થાય છે.

સૌંદર્ય પ્રસાધન[ફેરફાર કરો]

નારિયેળના તેલને કોપરેલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરેલનો ઉપયોગ માથાના વાળના પોષણ તેમ જ સૌંદર્ય વધારવા માટે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

છબીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Hahn, William J. (1997). Arecanae: The palms. Retrieved April 4, 2011 from the Tree of Life Web Project website.