દ્વિનામી નામકરણ

વિકિપીડિયામાંથી
કાર્લ લિનૈસ (૧૭૦૭–૧૭૭૮), સ્વિડિશ પ્રકૃત્તિ વિજ્ઞાની, જેમણે આધુનિક દ્વિપદ નામકરણ પદ્ધતિ શોધી

દ્વિનામી નામકરણનો કે દ્વિપદ નામકરણ (English: Binomial nomenclature / binominal nomenclature / binary nomenclature) સજીવોની જાતિઓનાં નામકરણની ઔપચારિક પદ્ધતિ છે જેમાં દરેક નામ મૂલતઃ બે નામો મેળવીને બનાવાયું હોય છે. જે બંન્ને ભાગ લેટિન ભાષાનાં વ્યાકરણ પ્રકારો દ્વારા બનાવાયા હોય છે. જો કે તે અન્ય ભાષાઓના શબ્દો પર આધારિત પણ હોઈ શકે છે. આ એક નામમાં બે નામો સમાયેલા હોવાથી તેમને દ્વિનામી નામ કહે છે. તેને વૈજ્ઞાનિક નામ કે લેટીન નામ પણ કહેવામાં આવે છે. આવા નામનો પ્રથમ ભાગ સજીવ કઈ પ્રજાતિનું છે તેની ઓળખ આપે છે, અને બીજો ભાગ એ સજીવની પ્રજાતિ સાથેની જાતિની ઓળખ આપે છે. ઉદા. તરીકે, મનુષ્ય 'હોમો' (Homo) પ્રજાતિનું પ્રાણી છે અને આ પ્રજાતિ સાથેની તેની જાતિ 'હોમો સેપિયન્સ' (Homo sapiens) છે. આ પદ્ધતિના આવિષ્કારનું શ્રેય સ્વિડિશ પ્રકૃત્તિવિજ્ઞાની કેરોલીસ લીનીયસ ને જાય છે.