બીલી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
Bael
જૈવિક વર્ગીકરણ
જગત: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
ગૌત્ર: Sapindales
કુળ: Rutaceae
ઉપકુળ: Aurantioideae
સમૂહ: Clauseneae
પ્રજાતિ: Aegle
Corrêa
જાતિ: A. marmelos
દ્વિપદ નામ
Aegle marmelos
(L.) Corr.Serr.

બીલીનો પરિચય[ફેરફાર કરો]

વૈજ્ઞાનિક નામ : ઇગલ માર્મેલોસ (Aegle marmelos) ભારત ઉપરાંત બ્રહ્મદેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલાયા, શ્રીલંકા, જાવા, ફિલીપાઇન્સ વગેરે દેશોમાં બીલીનું વૂક્ષ જોવા મળે છે.

બીલીના ગુણો[ફેરફાર કરો]

બીલીના ફળમાં દર ૧૦૦ ગ્રામ ખાવાલાયક ભાગમાં પાણી ૫૪.૯૬ગ્રામ, પ્રોટીન ૧.૮ ગ્રામ, ચરબી ૦.૨ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ્સ ૨૮.૧૧ ગ્રામ, કેરોટીન ૫૫ મીલીગ્રામ જેટલા પોષક તત્વો હોય છે. વધુમાં બીલીના પાન, ફળ, છાલ તેમ જ મૂળમાં વિવિધ ઉપયોગી રસાયણો જેવા કે આલ્કેલોઇડઝ, કુમેરીન, સ્ટેરોઇડ, થાઇમીન, રીબોફલેવીન તથા વિટામીન-સી પણ ગણનાપાત્ર પ્રમાણમાં રહેલા છે.

બીલીના વૃક્ષ પર લાગેલાં ફળ

બીલીના ઉપયોગ[ફેરફાર કરો]

આંખના રોગોમાં બીલીના પાન વાટીને આંખમાં આંજવામાં આવે છે. દશમૂળ નામની આયુર્વેદિક બનાવટમાં બીલીનાં પાન વપરાય છે. મધુપ્રમેહની સારવારમાં કેટલાક વૈદ્યો અમૂક સંજોગોમાં આ પાનનો ઉપયોગ કરે છે. ભગવાન શિવજીની પૂજામાં ખાસ કરીને શ્રાવણ માસમાં બીલીપત્રનો ઉપયોગ થાય છે. બીલીના કાચાં ફળનું શાક તથા અથાણું થાય છે. કાચાં બીલાંનો ગર્ભ સૂકવીને રાખી શકાય છે. પાકાં બીલાં ગળ્યા લાગે છે, જે ખાવાના કામ આવે છે. વળી એનું શરબત પણ બનાવી શકાય છે, જે ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. પાકાં બીલાંનો ગર્ભ ઝાડા તેમ જ મરડામાં ઔષધ તરીકે વપરાય છે. બીલાં ઘણા જ પૌષ્ટિક અને ગ્રાહી છે. આથી અશક્તિમાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત અન્ય આયુર્વેદની બનાવટો, જામ, સીરપ, સ્કવોશ, જેલી, ચોકલેટની બનાવટમાં પણ બીલીના ફળનો ઉપયોગ થાય છે.

બીલીનો શિવજી માટે મહત્ત્વ[ફેરફાર કરો]

ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. એક વખત ફરતાં ફરતાં દેવી પાર્વતીના લલાટ ઉપર પ્રસ્વેદ બિંદુ આવ્યું. દેવીએ તે ખંખેરીને જમીન ઉપર નાખ્યું અને તેમાંથી એક વિશાળ વૃક્ષ પાંગર્યું.

અન્ય એક પૌરાણિક એવી પણ સમજણ છે કે વૃક્ષના મૂળમાં શિવપાર્વતી, છાલમાં ગૌરી, પુષ્પોમાં ઉમાદેવી, પત્રોમાં પાર્વતી તથા ફળમાં કાત્યાયની છે. ટૂંકમાં, સમગ્ર વૃક્ષમાં દેવીનો જુદા જુદા સ્વરૂપે વાસ છે. તેથી ભગવાન શિવજીના પૂજનમાં બિલ્વપત્રનું અદકું મહત્ત્વ છે.

એમ કહેવાય છે કે બિલ્વવૃક્ષ એ મહાદેવનું જ રૂપ છે અને દેવતાઓ પણ એની સ્તુતિ કરે છે. બિલ્વપત્ર માટે એક તાત્ત્વિક સમજણ છે કે તે ત્રિદલ છે અને ત્રણ પાંદડા જ્ઞાન, કર્મ અને ભકિતનું પ્રતીક છે.

બીલીપત્ર એટલે ધાર્મિક તેમ જ આર્યુવેદીક મહત્વ ધરાવતી વનસ્પતિ બીલીનાં પાંદડાં. બીલીપત્રનું ત્રણ પાંદડાનું ઝુમખું હોય છે. શંકર ભગવાનના પુજનમાં બીલીપત્ર ચડાવવામાં આવે છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિસ્રોત
વિકિસ્રોતમાં બીલીને લગતું સાહિત્ય ઉપલબ્ધ છે.