શરબત

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
એક જાતનું શરબત

શરબત (અરબી: شربات Sharbat; પર્શિયન: شربت Sharbat; તુર્કીશ: Şerbet; અઝેરબૈજાની: Şərbət; મરાઠી: सरबत; હંગેરિયન: sörbet; હિન્દી: शर्बत; ઉર્દુ: شربت ; પંજાબી: ਮੈਨੂੰ ਪੀਤਾ Mainū pītā; બંગાળી: শরবত Shorbot) એક પેય છે જે પાણી અને લીંબુ કે અન્ય ફળોના રસમાં મસાલા તથા અન્ય સામગ્રીઓને મેળવી બનાવાય છે. પ્રાયઃ આ શીતળતા પ્રદાન કરવા માટે પીવાય છે. ભારત તથા પાકિસ્તાનમાં શરબતમાં મુખ્યત્વે પાણી, સાકર અને મીઠું સિવાય અમુક મસાલા અને લીંબૂના રસની પ્રધાનતા હોય છે. પણ તુર્કી, અરબિયા તથા ઈરાનના શરબત ઘણાં ફળોના રસો તથા સુગંધિત પુષ્પો અને વનસ્પતિઓ મેળવીને બનાવાય છે.

નામ[ફેરફાર કરો]

શરબત શબ્દ અરબી ભાષાનો શબ્દ શરિબા પરથી આવ્યો છે, જેનો અર્થ છે 'પીવું'. અરબી ભાષામાં કોઈ પણ પેયને શરબા કહે છે. તુર્કી તથા ઈરાનમાં આને શેર્બત કહે છે. ભારતીય શબ્દ શરાબ પણ આ જ મૂળથી આવ્યો છે. સન્ ૧૮૬૭ માં 'સેલર્સ હૈંડબુક'માં શ્રાબ શબ્દનો અર્થ કાંઈક આમ અપાયો છે - એક માદક દ્રવ્ય, જે સમુદ્રી યાત્રિયો માટે કલકત્તાના ગંદા ક્ષેત્રોમાં બનાવાય છે

આ મૂળ થી અંગ્રેજીનો યૂનાની પ્રતીત થતો શબ્દ સીરપ તથા પોર્ટુગલ તથા લેટિનનો ક્રમશઃ ક્જ઼ેરોપ (xarope) તથા સીરપસ (sirupus) શબ્દ આવ્યાં છે.