મીઠું

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મીઠું
મીઠાનો કણ

મીઠું એ એક રાસાયણિક પદાર્થ છે. તે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત ખારા પાણીનાં સરોવરમાંથી પણ મીઠું મેળવવામાં આવે છે (દા. ત. સાંભર સરોવર).મીઠું દુનિયાભરમાં તેમજ ભારતીય ઉપખંડમાં વ્યંજનોની બનાવટમાં બહોળા પ્રમાણમાં વપરાય છે. મીઠાને નમક, સબરસ, લવણ અથવા લૂણ એમ પણ કહેવામાં આવે છે. મીઠાંનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ છે, જેની વૈજ્ઞાનિક સંજ્ઞા NaCl છે. મીઠું સ્વાદમાં ખારું હોય છે.

ગુજરાત રાજ્યનો સાગરકિનારો ઘણો જ લાંબો હોવાને કારણે અહીં મીઠાનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત મીઠામાંથી બનતા અન્ય ઉત્પાદન મેળવવાના ઉદ્યોગો પણ રાજ્યમાં મોટા પાયે વિકાસ પામ્યા છે.


બાહ્ય કડીઓ[ફેરફાર કરો]