લીંબુ

વિકિપીડિયામાંથી

લીંબુ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Rutaceae
Genus: 'Citrus'
Species: 'C. × limon'
દ્વિનામી નામ
Citrus × limon
(L.) Burm.f.
૨૦૦૫માં લીંબુનું ઉત્પાદન

લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.