અથાણું

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભારતીય મિશ્ર અથાણું
કેરીનું અથાણુ

અથાણું કે અથાણાં એ ભારતીય અને ગુજરાતી ભોજનનું એક ખાસ અંગ છે. અથાણાઓ મોટાભાગે ફળ અને શાકભાજીને, તેલ અથવા લીંબુ કે અન્ય ખાટાં પાણી, મીઠું (લવણ) અને વિવિધ મસાલાઓના ઉપયોગ વડે, આખું વર્ષ સાચવી રાખવાની એક સ્વાદિષ્ટ પ્રક્રિયા છે.

ઘરે બનતા અથાણાઓ ઉનાળામાં બનાવાય છે, તેને લાંબો સમય સુધી સૂર્યનાં તાપમાં સુકવવામાં આવે છે. ત્યાર પછી કાચ અથવા ચીનાઇમાટીની હવાચુસ્ત બરણીઓમાં ભરી અને સાચવવામાં આવે છે. અથાણાઓમાં રહેલ ખટાશનો અમ્લિય ગુણ તેમાં જીવાણુઓને થતા રોકે છે અને તેલ તેમનાં સંરક્ષક (preservative) તરીકે કાર્ય કરે છે. અથાણાઓ ભેજ રહીત વાતાવરણમાં લાંબો સમય તાજા અને સુવાસિત રહે છે. ધંધાદારી અથાણાઓ બનાવનાર 'સાઇટ્રિક એસિડ' (Citric acid) અને 'સોડિયમ બેન્ઝોએટ' (Sodium benzoate)નો ઉપયોગ સંરક્ષક તરીકે કરે છે.

ભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાઓ બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં, સ્વાદ અને સુગંધનું ઘણુંજ વૈવિધ્ય જોવા મળે છે.

 નામો[ફેરફાર કરો]

હિન્દી, બંગાળી, અસામી, પંજાબી, ઉર્દુ અને સિન્ધી ભાષાઓમાં આ ભોજન પદાર્થ અચાર શબ્દથી પ્રચલિત છે. ગુજરાતી, કોંકણી અને મરાઠી ભાષાઓમાં આ ભોજન પદાર્થ અથાણું અને લોણચેના શબ્દોથી પ્રચલિત છે.

ગુજરાતી અથાણાઓ[ફેરફાર કરો]

  • કેરીનું અથાણું
  • લીંબુનું અથાણું
  • ગરમરનું અથાણું
  • ગુંદાનું અથાણું
  • આંબળાનું અથાણું

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]