છૂંદો

વિકિપીડિયામાંથી
છૂંદો
છૂંદો
અન્ય નામોછૂંદો
વાનગીઅથાણું
વિસ્તાર અથવા રાજ્યગુજરાત, ભારત
પીરસવાનું તાપમાનઓરડાના ઉષ્ણતામાને
મુખ્ય સામગ્રીકાચી કેરી અને ખાંડ(સાકર) ની ચાસણી
વિવિધ રૂપોઆની અંદર મરચું ભભરાવીને

છૂંદો (audio speaker iconઉચ્ચારણ )એક ભારતીય અથાણું છે જેને કાચી કેરી અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. આને રોટલી, થેપલા સાથે અથવા તો ફરસાણ સાથે ચટણી જેમ ખાવામાં આવે છે. [૧] આની બનાવટમાં અન્ય શાક આદિ પણ વાપરી શકાય છે. છુંદો આમતો ગુજરાતની વાનગી છે પણ સમગ્ર ભારતમાં ખવાય છે.

કાચી કેરી માત્ર ઉનાળાની શરૂઆતમં મળતી હોવાથી છૂંદા સહિત કેરીમાંથી બનતા અથાણાઓને તેલ કે ખાંડના આધારમાં અથાણા બનાવીને કાચની બરણીમાં સાચવવામાં આવે છે. આ રીતે છૂંદો અને અન્ય અથાણાનો આનંદ આખા વર્ષ દરમ્યાન માણી શકાય છે. [૨]

વ્યૂત્પત્તિ[ફેરફાર કરો]

આ અથાણું કેરીને ખમણીને કે છૂંદીને બનાવવામાં આવતું હોવાથી તેનું નામ છૂંદો પડ્યું છે. [૩]છૂંદો અને મુરબ્બો જેવા ગળ્યાં અથાણાં પરંપરાથી ગુજરાતી ભોજનનો એક ભાગ રહ્યાં છે. [૪]

ઇતિહાસ[ફેરફાર કરો]

છૂંદાનો ઉદ્ગમ ગુજરાતના કાઠીયાવાડ ક્ષેત્રમાં થયેલો હોવાનું મનાય છે.[૫]

બનાવટ અને વિવિધતા[ફેરફાર કરો]

છૂંદો, તેને બનાવવાની સામગ્રી સાથે

છૂંદો પ્રાયઃ ખમણેલી કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે. તે સિવાય અનાનસ અને આમળા માંથી પણ છૂંદો બને છે.

બનાવટની વિધી પ્રમાણે તેના ત્રણ પ્રકાર છે (૧) તડકાનો (૨) ચૂલાનો અને (૩) માઈક્રોવેવ ઓવનનો છૂંદો.

લાલ મરચા પ્રત્યે સંવેદન શીલ લોકો મરચાં વગરનો સાદો છૂંદો ખાય છે.

સત્વો[ફેરફાર કરો]

૨૦ ગ્રામ છૂંદામાં ૬૧ કેલેરી હોય છે. તેમાં ચરબી કે કોલેસ્ટ્રોલ નહીવત્ હોય છે. ૧૨૪ મિગ્રામ સોડિયમ અને ૧૬ ગ્રામ કાર્બોહાયડ્રેટ હોય છે. કેરીને ખાંડની ચાસણીમાં સચવાતી હોવાથી મુખ્ય શક્તિ પ્રદાતા પદાર્થ સાકર કે ખાંડ છે. આમાં વિટામીન સી અને વિટામિન એ હોય છે [૬]

આ પણ જુવો[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-05. સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૭ ના રોજ વેબેક મશિન
  2. http://forumhub.com/southfood/3042.14464.03.14.55.html
  3. http://gujaratilexicon.com/dictionary/GE/%E0%AA%9B%E0%AB%82%E0%AA%82%E0%AA%A6%E0%AA%B5%E0%AB%81%E0%AA%82*/
  4. http://www.sbs.com.au/food/recipe/13442/Grated-mango-pickle-chhundo[હંમેશ માટે મૃત કડી]
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-04-24 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-05.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2012-01-05. સંગ્રહિત ૨૦૧૪-૦૪-૧૩ ના રોજ વેબેક મશિન

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]