થેપલા
Appearance
થેપલા અથવા ઢેબરા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. નરમ થેપલા તેમાં રહેલ તેલને કારણે જલ્દીથી બગડતા નથી. થેપલાં ચા સાથે નાસ્તા તરીકે તેમજ બહારગામ જતી વખતે અથવા પર્યટન પર પ્રવાસ-ભોજન તરીકે ઉપયોગમાં લેવાય છે. નરમ થેપલાને ઓછા તેલમાં છીછરા તવા પર સાંતળીને બનાવાય છે. નરમ થેપલાં બટેટાની સૂકી ભાજી કે છૂંદા સાથે ખવાય છે. કડક થેપલાં ઉંડા તવામાં વધુ તેલમાં થેપલીયાથી દાબ આપતા આપતા તળીને બનાવાય છે. કડક થેપલાં ઘણાં દિવસ સૂધી ટકે છે અને તેને સૂકા નાસ્તા તરીકે ખવાય છે. આજ કાલ બજારમાં પાણીપૂરી અને પાવભાજીના સ્વાદવાળા કડક થેપલા સુદ્ધાં મળવા માંડ્યા છે.
વિવિધ રૂપો
[ફેરફાર કરો]- સાદાં થેપલા
- મેથીના થેપલા
- કોથમીરના થેપલા
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મેથીના ઢેબરા બનાવવાની રીત, તરલા દલાલ.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |