પાવભાજી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પાવભાજી
Pav bhaji.jpg
પાવભાજી
ઉત્પતિ
અન્ય નામ ભાજીપાવ
મૂળ ઉત્પતિ સ્થાન ભારત
ક્ષેત્ર કે રાજ્ય મહારાષ્ટ્ર
વાનગીની માહિતી
પીરસવાનો સમય નાસ્તો અથવા ભોજન
મુખ્ય સામગ્રી પાવ, બટેટા અને અન્ય શાક
વિવિધ રૂપો બટર, ચીઝ વિગેરે


પાવભાજીકે ભાજીપાવ એ એક મુંબઈની પ્રખ્યાત વાન્ગી છે. જેમાં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે. પાવ ભાજી માં બનતી ભાજી તેના વિશિષ્ઠ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીતે આ વાનગી ગરમાગરમ પીરસાય છે આ વાનગી એક ઝડપથી બનતી વાનગી હોવાથી તેને લોકો પસંદ કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ વાનગિનો ઇતિહાસ મુંબઈની હેયડે ટેક્સટાઈલ મિલ્સ માં મળી આવે છે. મિલના કામગારોને સંપૂર્ણ ભોજન ખાઈ શકે તેટલો ભોજન સમય મળતો ન હતો અને ભારે ભોજનની અપેક્ષાએ હળવો ખોરાક કામદારો પસંદ કરવા લાગ્યાં હતાં, કેમકે કામગારોને ભોજન પછ્હી ફરી ભારે શ્રમ કરવું પડતું. એક ફેરિયાએ ભોજનની થાળીમાં પીરસાતી વાનગીઓમાંથેએ અમુક પદાર્થો મેળવી એક વાનગિ બનાવી. રોટી અને ભાતને સ્થાને પાવ મુકી દીધા. અને ભાજી આમટી જેવી ભારતીય કરીઓને બદલે એક મસાલેદાર શાક પીરસાયું જે ભાજી તરીકે ઓળખાયું. શરૂઆતના સમયમાં તો આ વાનગી મિલ મઝદૂરનો ખોરાક બની રહી. સમય જતા આ વાનગી રેસ્ટોરંટમાં વેચાવા લાગી અને ઉડીપી રેષ્તોર^ટ અને અન્ય રેસ્ટોઋઅ^ટ મારફતે તે મધ્ય મુંબઈ અને ઉપનગર માં ફેલાઈ. આ વાનગી એટલી તો લોકપ્રિય બની કે ભારતીય ખાણું પીરસતી સિંગાપુર, હોંગકોંગ, અમેરિકા, યુ.કે., સ્વીટ્ઝરલેંડ અને અન્ય સ્થળોની હોટેલોના મેનુ માં પણ મળી છે.

સમગ્રી[ફેરફાર કરો]

બટેટા, કાંદા (ડુંગળી), ટમેટાં, વટાણા ,ફ્લાવર, વેંગણ, લસણ, લીલાં મરચાં, તેલ , પાવભાજી મસાલો, હળદર, મીઠું, પાવ, ઘી.


કૃતિ[ફેરફાર કરો]

 • બટેટા વટાણાં, ફ્લાવર બાફી લો.
 • ટમેટા, કાંદા, વેંગણ સમારી લો.
 • લસણ અને લીલા મરચાં વાટી લો.
 • પેણીમાં તેલ ગરમ કરો.
 • તેમાં હળદર અને પાવભાજી મસાલો ઉમેરી
 • તેમાં કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
 • તેમાં ટમેટા અને બાફેલા વટાણા ઉમેરો.
 • હવે અન્ય શાક ભાજી ઉમેરો.
 • પાની અને પાવભાજી મસાલો ઉમેરી હલાવતા રહો. થોડાં શાક ભાજી છૂંદી નાખો.
 • પાવને વચમાંથી ફાડી તવા પર ઘીમાં શેકી લો.
 • કાંદા જીણા સમારીએ તેમાં કોથમીર ઉમેરો અને પાવભાજી સાથે ખાવા આપો.

ફીલ્મી અને અન્ય સંસ્કૃતિમાં[ફેરફાર કરો]

 • સંજય દત્ત એ હિંદી ફીલ્મ વાસ્તવમાં પાવભાજીના લારી વાળાનું પાત્ર ભજવ્યું.
 • તેલુગુ ફીલ્મ દુબઈ સીનુમાં રવિ તેજા અને તેમના મિત્રોએ મુંબઈના કોઈ એક રોડપર પાવભાજી ની લારી ખોલી હતી