લખાણ પર જાઓ

ડુંગળી

વિકિપીડિયામાંથી

ડુંગળી
ડુંગળી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: Angiosperms
Class: Monocots
Order: Asparagales
Family: Alliaceae
Genus: 'Allium'
Species: ''A. cepa''
દ્વિનામી નામ
Allium cepa

ડુંગળી (અન્ય નામો: પલાંડું; પ્યાજ; સુંકુદક; તીક્ષ્ણકંદ; કાંદો; કૃષ્ણાવળી‌) એક ઉગ્ર વાસવાળું અને ઉપરાઉપરી વીંટાયેલાં કોમળ પડની ગાંથ જેવું એક પ્રકારનું કંદમૂળ છે. મહારાષ્ટ્ર રાજ્યમાં તેની વિપુલ પ્રમાણમાં ખેતી કરી ઊગાડવામાં આવે છે. ડુંગળી શાકમાં, ભજીયામાં, સંભારમાં તેમજ અન્ય રાંધવાના ખોરાકના વધારમાં વપરાય છે.

ગુણ અને ઉપયોગિતતા

[ફેરફાર કરો]

ડુંગળી બળવર્ધક, તીખી, પાકમાં અને રસમાં મધુર, રુચિવર્ધક અને ધાતુવર્ધક છે.

ધાર્મિક માન્યતાઓ

[ફેરફાર કરો]

જૈન અને અમુક અન્ય પંથોમાં ડુંગળી ખાવાની મનાઇ હોય છે.