લખાણ પર જાઓ

કાકડી

વિકિપીડિયામાંથી

કાકડી
Cucumbers grow on vines
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Cucurbitales
Family: Cucurbitaceae
Genus: 'Cucumis'
Species: ''C. sativus''
દ્વિનામી નામ
Cucumis sativus

કાકડી (અંગ્રેજી ભાષા: Cucumber) (Cucumis sativus) એ ગરમીની ૠતુનો પાક છે. ભારતમાં એ સર્વત્ર થાય છે. કાકડી રેતાળથી માંડીને ભારે ચીકણી જમીનમાં થાય છે. જોકે સારા નિતારવાળી નદીકાંઠાની જમીનમાં કાકડીનો મબલક પાક લઈ શકાય છે. હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય અને તડકો સારા પ્રમાણમાં હોય ત્યાં કાકડીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ખામણાં કરી બી વાવી કાકડીનું વાવેતર કરાય છે, તેના વેલા થાય છે. તેનાં ફળ પણ કાકડીના નામે ઓળખાય છે. કાકડી એક વેંતથી એક હાથ લાંબી અને ગોળ થાય છે.

જાન્યુઆરીના અંતથી માર્ચ સુધીમાં કાકડી રોપી શકાય છે. કાકડી તૈયાર થતાં જ ઉતારી લેવી જોઈએ, કારણ કે વધુ મોટી અને પાકેલી કાકડીની કિંમત બજારમાં ઘટી જાય છે.ત્રણચાર દિવસને આંતરે કાકડી ઊતારી લેવી. એક હેક્ટરદીઠ છથી સાત હજાર કિલો જેટલું કાકડીનું ઉત્પાદન થાય છે. કાકડી, ખીરું,ચિભડું,વગેરે ફળો એક જાતનાં ગણાય છે, જોકે તેમાં થોડોથોડો તફાવત હોય છે.

કાકડીમાં સાદી, સાતપત્તિ, તરકાકડી અને નારંગી કાકડી એવી ઘણી જાતો થાય છે. પ્રાચીનકાળથી કાકડીનો ખાવામાં તથા શાક બનાવવામાં ઉપયોગ થાય છે. કુમળી કાકડીને છોલી ઊભી ચીરી તેમાં મરીની ભુકી અને મીઠું નાખીને ખવાય છે. શાક ઉપરાંત કચુંબર્,રાયતું અને વડી બનાવવામાં કાકડીનો ઉપયોગ થાય છે.

ઔષધીય ઉપયોગો[]

[ફેરફાર કરો]
  • કાકડીના બીનો ગર્ભ (મગજ) ઔષધિ તરીકે વપરાય છે. માનસિક રોગોમાં પણ કાકડીનાં બીનો ઉપયોગ કરાય છે. ઘઉં,જુવાર,મકાઇ,તુવેર,મગ,અડદ,વગેરે માંસલ ને ભારે ખોરાક ખાવાથી થનાર અપચા પર કાકડી ભોજન સાથે કે ભોજન બાદ કચુંબરરુપે લેવાય છે.
  • અપચાને કારણે ઊલટી થતી હોય તો કાકડીનાં બીનો મગજ મઠામાં પીસીને અપાય છે. પિત્ત,દાહ,તરસ,મુત્રક્રુચ્છ,પથરી વગેરે રોગો પર પણ કાકડી ઉપયોગી છે. કાકડીનો રસ પાંચ તોલા સુધી અને તેના બીનો ગર્ભ એક તોલા સુધીની માત્રામાં લેવાય છે.
  • કાચી કાકડી રુક્ષ,ઝાડાને રોકનાર,મધુર,ભારે,રુચિ કરનાર અને પિત્તને હરનાર છે.પાકી કાકડી તરસ,અગ્નિ તથા પિત્તને કરનાર છે.
  • કાકડીનાં મૂળ,ગ્રાહિ તથા શીતળ છે.
  • કાકડીના બીનો મગજ એક તોલો અને ધોળા કમળની કળીઓ એક તોલો લઈ, તેને વાટી, તેમાં જીરું અને સાકર મેળવીને એક અઠવાડીયું આપવાથી પેશાબની બળતરા મટે છે.
  • અર્ધો શેર દૂધ અને અર્ધો શેર પાણી એકત્ર કરી,તેમાં કાકડીનાં બીનો મગજ પા તોલો અને સુરોખાર દોઢ માસો મેળવીને પિવાથી પેશાબનો રેચ લાગે છે અને મુત્રાશયની ગરમી,પ્રમેહ વગેરેના વિકારો દૂર થાય છે.(આ પીણું ઊભાં ઊભાં પીવું અને ફરતા રહેવું)
  • કાકડીનાં બી, જીરું અને સાકર વાટી,પાણીમાં મેળવીને પીવાથી મુત્રઘાત મટે છે.
  • કાકડીના બીનો મગજ, જેઠીમધ અને દારુહળદરનું ચુર્ણ ચોખાનાં ઓસામણમાં પીવાથી મુત્રક્રુચ્છ્ અને મુત્રઘાત મટે છે.
  • કાકડીનાં બી અને કબૂતરની હગાર વાટી, ચોખાના ઓસમણમાં આપવાથી પેશાબની પથરી નીકળી જાય છે.
  • કાકડી ખાવાથી અથવા કાકડીનો રસ અને ડુંગળીનો રસ પીવાથી દારૂનો નશો ઊતરી જાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ("આહાર એ જ ઔષધ" પુસ્તકમાંથી )