ભીંડા

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભીંડા
Abelmoschus esculentus
Unpicked okra
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Malvales
Family: Malvaceae
Genus: Abelmoschus
Species: A. esculentus
Binomial name
Abelmoschus esculentus
(L.) Moench
ભીંડા

ભીંડા એ એક શાકભાજી છે. સામાન્ય રીતે ભીંડા ચોમાસાનાં પાછલા મહિનામાં એટલે કે ભાદરવો અને આસો મહિનામાં થતા હતા, પરંતુ કૃષિક્ષેત્રે થયેલી ક્રાંતિના પરિપાકરૂપે ભીંડા બારેમાસ વેચાતા જોવા મળે છે.

ભીંડાનો છોડ કદમાં નાનો હોય છે. તેના પાંદડાં થોડાં મોટાં હોય છે તથા ફૂલ પીળા રંગનાં હોય છે. ભીંડાનાં ફૂલ ૨ તોલા જેટલા વજનનાં લઈ તેને પીસીને પા શેર જેટલા ગાયના મઠામાં મેળવીને પીવાથી શરીરમાંથી ધાતુ જતી બંધ થઈ જાય છે. સાકરનો ૧ તોલો, ભીંડાનાં મૂળ ૩ તોલા, સફેદ ઇલાયચી ૧ માસા, કાળી મિર્ચ ૧/૨ માસા ઘુંટીને પીવાથી અથવા કાચા ભીંડા સાકર સાથે ખાવાથી સુજાક રોગ શાંત થઈ જાય છે. ભીંડાનું શાક રવૈયાંની જેમ ભરીને અને તેલમાં ચડાવીને એમ બંન્ને પ્રકારે ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે અને અરૂચિને દૂર કરે છે.

વિસ્તાર પ્રમાણે ઓળખ[ફેરફાર કરો]

બનારસમાં ભીંડાને રામ તરોઈ કહેવામાં આવે છે, અને છત્તીસગઢમાં તેને રામકલી કહેવામાં આવે છે. અન્ય ભાષામાં નામ આ પ્રમાણે છે: સંસ્કૃત-ભિંણ્ડી, હિંદી-ભિંડી, બંગાળી- સ્વનામ ખ્યાત ફલશાક ,મરાઠી- ભેંડે , ગુજરાતી- ભૌંડા, ફારસી-વામિયા.

ઔષધ[ફેરફાર કરો]

ભીંડાના મૂળનું ચૂર્ણ એટલા જ વજન જેટલું સાકર સાથે લેવાથી ધાતુદૌર્બલ્ય અને આમવાત દૂર થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]