લખાણ પર જાઓ

રીંગણ

વિકિપીડિયામાંથી

રીંગણ (બ.વ.: રીંગણા) (સંસ્કૃત: वंत्याक, વૈજ્ઞાનીક નામ: Solanum melongena, અંગ્રેજી: Brinjal, Eggplant, Aubergine) નો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. કેટલાક લોકો રીંગણને શાકનો રાજા કહે છે. સાહિત્યમાં બાળ વાર્તાઓમાં ખાસ કરીને રીંગણને રાજા ગણવામાં આવે છે, અને તેને માટેનું કારણ છે, તેનું ડીંટું, કે જે કંઇક અંશે ગ્રીક મુગટ જેવા આકારનું હોય છે. રીંગણમાં કાંટાવાળી અને કાંટા વિનાની એમ બે જાતો થાય છે. કાંટાવાળાં રીંગણનાં ડીંટાં ઉપર કાંટા હોય છે. રીંગણનો છોડ સામાન્યતઃ ૪૦ થી ૧૫૦ સે.મિ. ઊંચો અને ૧૦ થી ૨૦ સે.મિ. વાળા પાંદડાથી ઘેરાયેલો જોવા મળે છે. રીંગણના છોડ ઉપર ના જેવાં ઘાટા વાદળી રંગના ફૂલ આવે છે. છોડ પર ફૂલ અને ફળ વર્ષમાં ઘણી વાર આવે છે. રીંગણની અંદર ઘણા બીજ જોવા મળે છે જે સ્વાદમાં કડવા હોય છે.

ઘરગત્થુ ઇલાજ

[ફેરફાર કરો]
  • પેટમાં ભાર: રીંગણના શાકમાં લસણ, આદુ, લીલાં મરચાં, કોથમીર અને અન્‍ય ગરમ મસાલો સારી રીતે નાખી, શાક-દાળ-ભાત કે ખીચડી તે સાથે ખાવું અથવા વંતાક શેકી તેમાં સાજીભાર નાખી પેટ ઉપર બાંધવા.
  • અનિદ્રા: સાંજે રીંગણાં (ભુટ્ટા) અંગારામાં શેકી, મધમાં કાલવીને રોજ ખાવાથી શાંત નિદ્રા આવે છે. અથવા રીંગણાંનો ઓળો વધુ ઘી કે તેલમાં બનાવી રાતના ભોજન સાથે ખાવો અથવા રીંગણાં ને ડુંગળીનું શાક ખાવું.
  • મંદાગ્નિ: આમદોષ-રીંગણાંની સાથે પાકાં ટામેટાં, આદુ, લીલાં મરચાં, કોથમીર તથા ગરમ મસાલો સારી રીતે નાખી, તેલમાં રાઈ-મેથી-હીંગનો વઘાર કરી બનાવેલું શાક દાળ-ભાત કે ખીચડી સાથે ખાવું.
  • પથરી: રીંગણાંનું શાક ખાવાથી પેશાબની છૂટ થાય છે, શરૂઆતની નાની (ફરજ કે વાતજ) પથરી ઓગળી જાય છે.
  • હેડકી અને શ્વાસ: તેલ, દહીં તથા ગરમ મસાલો સારી રીતે નાખી બનાવેલ રીંગણાંનું શાક જવ કે ઘઉંની રોટલી કે ભાખરી સાથે ખાવું.
  • પક્ષાઘાત-રાંઝણ: દીવેલ તેલમાં રીંગણાંનું શાક ગરમ મસાલો-ગોળ નાખી બનાવીને તેને રાઈ-મેથી-હીંગથી વઘારીને રોજ ખાવાથી આ બંને દર્દમાં લાભ થાય છે.
  • મોચ-ચોટની પીડા: રીંગણાને શેકી, તેમાં હળદર તથા ડુંગળી (બાફીને) વાટી, માર-ચોટની જગ્‍યા પર ગરમ લેપ કરવાથી લાભ થાય છે. તે સાથે રીંગણાંનું શાક તથા ગોળ નાખી બનાવીને ખાવું.

પોષણ વિગત

[ફેરફાર કરો]
Eggplant, raw
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ102 kJ (24 kcal)
કાર્બોદિત પદાર્થો
5.7 g
શર્કરા2.35 g
રેષા3.4 g
0.19 g
1.01 g
વિટામિનો
થાયામીન (બી)
(3%)
0.039 mg
રીબોફ્લેવીન (બી)
(3%)
0.037 mg
નાયેસીન (બી)
(4%)
0.649 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(6%)
0.281 mg
વિટામિન બી
(6%)
0.084 mg
ફૉલેટ (બી)
(6%)
22 μg
વિટામિન સી
(3%)
2.2 mg
મિનરલ
કેલ્શિયમ
(1%)
9 mg
લોહતત્વ
(2%)
0.24 mg
મેગ્નેશિયમ
(4%)
14 mg
મેંગેનીઝ
(12%)
0.25 mg
ફોસ્ફરસ
(4%)
25 mg
પોટેશિયમ
(5%)
230 mg
જસત
(2%)
0.16 mg
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

ચિત્રો

[ફેરફાર કરો]