લખાણ પર જાઓ

તરલા દલાલ

વિકિપીડિયામાંથી
તરલા દલાલ
જન્મની વિગત૩ જૂન ૧૯૩૬
પુણે, ભારત
મૃત્યુ૬ નવેમ્બર ૨૦૧૩
મુંબઈ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયરસોઇકલા લેખક, ટીવી કાર્યક્રમકાર
સક્રિય વર્ષો૧૯૬૬-૨૦૧૩
પુરસ્કારોપદ્મશ્રી પુરસ્કાર
વેબસાઇટwww.tarladalal.com

તરલા દલાલ (૩ જૂન ૧૯૩૬ - ૬ નવેમ્બર ૨૦૧૩) ભારતીય રસોઈકળાના નિષ્ણાંત, રસોઈકળાના પુસ્તકના લેખક અને ઘણા બધા રસોઈ શોના આગેવાન (હોસ્ટ) હતા.[][]

તેમની પ્રથમ રાંધણકળા બુક, ‘ધ પ્લેઝર ઓફ વેજીટેરિયન કુકિંગ’ સૌ પ્રથમ 1974માં પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ તો તેમણે 100 કરતાં વધારે બુક્સ લખી નાખી અને 30 લાખ નકલો કરતાં પણ વધારે નકલોનું વેચાણ થયું. તેઓ સૌથી મોટી ભારતીય ફુડ વેબ સિરીઝ પણ ચલાવતા હતા અને પખવાડિયામાં એક વાર ‘કૂકિંગ એન્ડ મોર’ મેગેઝિન પણ પ્રકાશિત કરતાં હતા. તેમના કુકિંગ શોમાં ‘ધ તરલા દલાલ શો’ અને ‘કૂક ઈટ અપ વિથ તરલા દલાલ’નો સમાવેશ થાય છે.

જો કે તેમણે વિવિધ પ્રકારની રાંધણકળા અને સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ વિશે પણ લખ્યું, તેઓ ખાસ તો ભારતીય વાનગીઓમાં કુશળ હતા તેમાં પણ ગુજરાતી અને બંગાળી વાનગીઓમાં. તેમને વર્ષ 2007માં ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા જે તેમને રાંધણકળાના ક્ષેત્રમાંની ભારતની સૌથી પહેલી અને એક માત્ર વ્યક્તિ બનાવે છે.[] તેમને વર્ષ 2005માં ‘ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર’ દ્વારા ‘વુમન ઓફ ધ યર’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.[]

૬ નવેમ્બર ૨૦૧૩ના રોજ હૃદયહુમલાના કારણે તેમનું અવસાન થયું હતું. []

કારકિર્દી

[ફેરફાર કરો]

દલાલે 1966માં રસોઈકળાના વર્ગો લેવાની શરૂઆત તેમના ઘરેથી જ કરી હતી જે 1974માં તેમની પ્રથમ કૂક બુક ‘ધ પ્લેઝર ઓફ વેજીટેરિયન કૂકિંગ’ ના પ્રકાશિત થવા માટે જવાબદાર બન્યું. આ બુકની 1,500,000 જેટલી નકલો વેચાઈ છે. સમય સાથે તેમના પ્રશંસકોનો વર્ગ વધતો જ ગયો અને તે ઘર ઘરમાં જાણીતું નામ બની ગયા અને ગૃહિણીઓ તેમજ રાંધણકળાના નિષ્ણાંતો પોતાની રસોઈને લઈને તેમના નામના સમ ખાવા લાગ્યા હતા. તરલા દલાલના નામ પર લોકોમાં વિદેશી વાનગીઓને રજૂ કરવાનો અને પ્રખ્યાત કરવાનો શ્રેય પણ છે. તેઓએ ધણી બધી વિદેશી માંસાહારી વાનગીઓને જુદી જુદી રીતે શાકાહારી વાનગીઓમાં ફેરવી નાખીને બનાવતા શીખવી. તેમણે રાંધણકળાક્ષેત્રે ક્રાંતિ સર્જી નાખી અને સૌથી વધારે વેચાણ થઈ હોય એવી રસોઈકળાની બુકના લેખક બન્યા. તેમના પુસ્તકોને હિન્દી, ગુજરાતી, મરાઠી, બંગાળી, ડચ અને રશિયન જેવી ભાષાઓમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. તેમણે કુકિંગ મેગેઝિન પણ પ્રકાશિત કરી હતી. વર્ષ 2007માં તેમણે ‘ટોટલ હેલ્થ સિરિઝ’ નામની કૂક બુક શ્રેણી શરૂ કરી હતી. []

વર્ષ 2000માં તેમની શ્રેણી ‘રેડી-ટૂ-કૂક મિક્સીસ’ અને ‘તરલા દલાલ મિક્સીસ’ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ આહાર લિમિટેડ દ્વારા લેવામાં આવી હતી.[]

અંગત જીવન

[ફેરફાર કરો]

તરલા દલાલ અને તેમના પતિ નલીન, જેમનું અવસાન વર્ષ 2005માં થયું, તેઓ ત્રણ બાળકોના માતા-પિતા હતા. વર્ષ 2005થી તેઓ દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. 6 નવેમ્બર 2013ના રોજ તેમના રહેઠાણે જ હૃદય હુમલો આવતા તેમનું અવસાન થયું હતું. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. રસોડામાં પુરૂષોની સશક્તિકરણ![૧]
  2. Rendezvous with Tarla Dalal[૨] સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૭ ના રોજ વેબેક મશિન
  3. Padma Shri Award[૩]
  4. Biography of Tarla Dalal[૪]
  5. તરલા દલાલ મૃત્યુ પામ્યા.[૫] સંગ્રહિત ૨૦૧૯-૧૨-૨૮ ના રોજ વેબેક મશિન
  6. [૬]
  7. [૭]
  8. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2017-03-20.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]