રોટલી
ભારતીય રોટલી, જેને ચપાતી પણ કહે છે | |
અન્ય નામો | રોટી |
---|---|
ઉદ્ભવ | ભારતીય ઉપખંડ[૧][૨][૩] |
બનાવનાર | સિંધુ ખીણની સંસ્કૃતિ[૧] |
મુખ્ય સામગ્રી | લોટ |
વિવિધ રૂપો | ચપાતી, રૂમાલી રોટી, તંદુરી રોટી, પરોઠા, રોટલો |
|
રોટલી એ ભારતીય તથા અન્ય સંબંધીત પાકશાસ્ત્રોમાં એક મુખ્ય વાનગી છે.
ગુજરાતમાં રોટલી બનાવવાની પદ્ધતિ
[ફેરફાર કરો]ઘઉંને ઝીણું દળીને લોટ બનાવવામાં આવે છે. પછી ચાળીને આ લોટમાં પ્રમાણસર પાણી અને મીઠું નાખીને તેનો ઢીલો લોટ બાંધવામાં આવે છે. રોટલી સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા મોણ (તેલ) પ્રમાણસર નાખવામાંં આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યા બાદ તેને આડણી(ઓરસિયો/ પાટલો/ચકલો પણ કહેવાય છે) ઉપર વેલણ વડે વણીને ગોળ આકાર આપવામાં આવે છે અને તેને લોઢી/તવી/તવા/તાવડી ઉપર શેકવામાં આવે છે. આમ રોટલી તૈયાર થાય છે, જેની ઉપર ઘી લગાડીને શાક સાથે પીરસવામાં આવે છે. રોટલી જો જાડી બનાવવામાં આવે તો તેને રોટલો કહેવાય છે. રોટલો બાજરીના લોટનો, જુવારના લોટનો અને મકાઈના લોટનો પણ બને છે.
રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફૂલકા, રૂમાલી, તંદુરી વગેરે. રોટલી જેમાં બે પડ હોય છે, તેને બેપડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને ભાખરી પણ કહે છે જે બનાવવા માટે મોણ(તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરી બનાવવા લોટ કઠણ બાંધવો પડે છે. આજકાલ તો લગ્ન પ્રસંગોમાં પણ નાની રોટી, ફૂલકા રોટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.
વિવિધ પ્રકારની રોટલીઓ
[ફેરફાર કરો]-
ભારતીય થાળી રોટલી સાથે
-
પંજાબી તંદુરી રોટી
-
રૂમાલી રોટી બનાવતો રસોઇયો
સંસ્કૃતિમાં
[ફેરફાર કરો]રોટલી પરથી જોડકણાં પણ બન્યાં છે. જેમ કે,
આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને, કારેલાનું શાક.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Alan Davidson (21 August 2014). The Oxford Companion to Food. OUP Oxford. પૃષ્ઠ 692–. ISBN 978-0-19-104072-6.
- ↑ Jim Smith (15 April 2008). Technology of Reduced Additive Foods. John Wiley & Sons. પૃષ્ઠ 113–. ISBN 978-1-4051-4795-8.
- ↑ Bruce Kraig; Colleen Taylor Sen (9 September 2013). Street Food Around the World: An Encyclopedia of Food and Culture. ABC-CLIO. પૃષ્ઠ 301–. ISBN 978-1-59884-955-4.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |