લખાણ પર જાઓ

પરોઠા

વિકિપીડિયામાંથી
પરોઠા (પરાઠા)
આલુ પરોઠા
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યભારત અને દક્ષિણ એશિયાના અમુક ક્ષેત્ર
મુખ્ય સામગ્રીઘઉં નો લોટ, મેંદો
  • Cookbook: પરોઠા (પરાઠા)
  •   Media: પરોઠા (પરાઠા) સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

પરોઠા (કે પરાઠા) (હિંદી: पराँठा, ઉર્દૂ: پراٹھا) એ એક ભારતીય ચપટી રોટી (પાવ) છે જેનો ઉદ્ગમ ભારત ઉપમહાદ્વીપમાં થયો. પરાઠા એ બે શબ્દોનો જોડ છે પરત (પડ) (હિંદી: परत, બંગાળી: পরত, ઉર્દૂ: پرت) અને આટા (લોટ) (હિંદી: आटा, બંગાળી: আটা, ઉર્દૂ: آٹا) જેનો શબ્દીક અર્થ થાય છે પકવેલા લોટના સ્તર કે પડ.[]

આ ભારતની આથા વિનાની એક સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ચપટી રોટી છે આને તવા પર શેકીને આખા લોટમાંથી (હોલ વીટ ફ્લોર) બનાવવામાં આવે છે.[] પરાઠાના કણકમાં ઘી કે તેલ ઉમેરવામાં આવે છે અને તેને વણતી વખતે તેની સપાટી પર પણ ઘી ચોપડાય છે.[] પરાઠામાં મોટે ભાગે સાંજો ભરવામાં આવે છે જેમકે બાફેલા બટેટા, મૂળાં કે ફ્લાવર અને/અથવા પનીર. ભરેલા પરોઠાને માત્ર તેના પર માખણનો ગઠ્ઠો મૂકીને કે ચટણી સાથે ખાઈ શકાય છે પણ તે ખાવાઅની અસલી મજા તો અથાણા અને દહીં સાથે ખાવાને આવે છે.આ સિવાય તેને જાડી કરી સાથે બનાવેલ પંજાબી શાક સાથે પણ ખવાય છે. અમુક લોકો પરાઠાને ભૂંગળીની જેમ વાળી ચા સાથે ખાવાનું પસંદ કરે છે.

પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને કણ બાંધતા તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવે શાક મિશ્રિત કણકના પર પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઆ લોટને મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પ્[રકારના પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.

ઇતિહાસ અને ખ્યાતિ

[ફેરફાર કરો]

પરોઠાની ઉત્પતિ પંજાબ ક્ષેત્રમાં થઈ પણ જલ્દી તે સમગ્ર ભારત પાકિસ્તાન અને દક્ષિણ ભારતમાં પ્રિય થઈ ગયાં. દક્ષિણ ભારતના રાજ્યોની પરોઠાની પણ એક અનુઠી રીત હોય છે અને તેમાં કેરાલા પરોટ્ટા સૌથી પ્રચલિત છે.

ભારતથેએ વિસ્થાપીત લોકો તેને મલેશિયા અને મોરિશિયસ લઈ ગયાં, જ્યાં તેને ફરાટા નામે ઓળખાય છે. આ સિવાય રોટી કનાઈ અને રોટી પરાઠા આતારીકે પણ તે પ્રચલિત બન્યાં. મ્યાનમાર (બર્મા, બ્રહ્મદેશ)માં આ પલાટા તરીકે ઓળખાય છે, આને ત્યાં વિવિધ કરી (જાડા રસાવાળા શાક)સાથે કે ઈંડા કે મટન કે સાકર સાથે મિષ્ટાન તરીકે ખવાય છે. હ્તાટ તા યા , અર્થાત્ 'સો પડ વાળો', તરીકે ઓળખાતો પરોઠો સાકર કે બાફેલાં વટાણા પે બ્યુક સાથે ખવાય . ટ્રીનીડાડ અને ટોબેગો માં બનતા પરોઠા એશિયામાં બનતા પરાઠા ને જુદા તરી આવે છે તે પાતળાં અને મોટા હોય છે. ત્યાં આને "બોસ્સ અપ શોટ", "બસ અપ શોટ", અથવા "બસ અપ શટ" કહે છે, કેમકે આની બનાવટમાં - સામાન્ય રીતે તૈયાર કરેલી ગરમ રોટીને પછાડીને નાના ટુકડા કરાય છે.

વિવિધરૂપો

[ફેરફાર કરો]
મેંગ્લોરી પદ્ધત્તિના પરોઠા અન્ય વાનગી સાથે.
ચા સાથે પીરસેલા પરોઠા (પાકિસ્તાન).
મુંબઈના એક ઉપહાર ગૃહમાં પીરસાયેલા બંગાળી પદ્ધત્તિના પરોઠા.
ગિયાના પદ્ધત્તિના પરોઠા.
  • સાદા પરોઠા (પડવાળી ઘી માં શેકેલી રોટલી)
  • બૂંદી પરોઠા (ખારી બુંદી ભરેલી ઘીમાં શેકેલા પરોઠા)
  • ફ્લાવર પરાઠા (મસાલેદાર ફ્લાવર ભરેલ )
  • આલુ (બટેટા) પરોઠા (મસાલેદાર કાંદાઅ બટેટાનો સાંજો ભરેલ)
  • ટમેટા પરોઠા (ટમેટા ભરેલ)
  • ચણા દાળ પરોઠા
  • પનીર પરોઠા
  • દાળ પરોઠા
  • સત્તુ પરોઠા (મસાલેદાર સત્તુ ભરેલ પરોઠા - શેકેલ દાળીયા ભરેલ, બિહારમાં પ્રચલિત)
  • કેરળ પરોઠા (પરોટ્ટ્આઅની એક પ્રખ્યાત પ્રકાર)
  • રોટી પરોઠા (સિંગાપુર મલેશિયામાં મળતા પરોઠા)
  • સાકર પરોઠા (કેરેમેલાઈઝ્ડ સાકર ભરેલા પરોઠા, મિષ્ટાન)
  • લચ્છા પરોઠા - તંદૂરી (તંદૂરમાં બનતા ઘણાં પડવાળા પરોઠા)
  • લચ્છા પરોઠા - તવાવાળા (પૂર્વી ભારતમાં પ્રચલીત ત્રિકોણાકાર પડવાળા)
  • ખીમા પરોઠા
  • ઈંડા પરોઠા
  • ફૂદીના પરોઠા (સૂકવેલ ફૂદીના ના પાન ભભરાવી શેકેલા)
  • સિલોન પરોઠા (શ્રીલંકાના)
  • અજમા પરોઠા
  • મૂળા પરોઠા
  • કાંદાના પરોઠા
  • મોગલી પરોઠા (તીવ્ર શેકેલાં ઈંડા અને માંસ ભરેલા)
  • વટાણા પરોઠા
  • જયપુરી પરોઠા
  • મરચી પરોઠા
  • મેથી પરોઠા
  • કોબીપરોઠા
  • મીઠા પરોઠા
  • પાલખ પરોઠા
  • તંદૂરી પરોઠા
  • પુત્થાય તવેકા પરોઠા
  • બાલ વાલા પરોઠા
  • પરતોંવાલા પરોઠા
  • ચિકન પરોઠા
  • પોર્ક પરોઠા
  • મટન પરોઠા
  • શ્રીંમ્પ પરોઠા
  • પરોઠા પીઝા પોપ્સ (પીઝા સોસ ભરેલા છીઝ ટોપીંગ્સ ભરેલા)
  • દૂધી પરોઠા
  • બથુઆ પરોઠા
  • ગાજર પરોઠા
  • ધનિયા પરોઠા
  • ચેના પરોઠા

અન્ય માહિતી

[ફેરફાર કરો]

પરોઠા મૂળ રૂપે પંજાબમાં બનાવાય અને પીરસાય છે પણ દક્ષિણ ભારતમાં આની ઘણી પ્રજાતિ પર્રોટ્ટા નામે જોવા મળે છે. પરોઠાને ઘેર બનાવેલા માખણ કે દહીં સાથે ખવાય છે. પરોઠાના રસિયાઓ લસ્સી કે છાશ સાથે ખાઈને એની મજા લેતા હોય છે.

દહીં અને અથાણાં સાથે પરોઠા એ મોટા ભાગના ભારતીયોનો સવારનો નાસ્તો હોય છે, ખાસ કરી ઉત્તર ભારતમાં.

પરોઠા વધુ પડતા તૈલી શાક સાથે જમવામાં સારા લાગતા નથી.

ખાવા માટે તૈયાર પરોઠા

[ફેરફાર કરો]

પરોઠામાંં પડ બનાવવા અને તેને સાચવવા એક કળા હોય છે, આથી તેને તૈયાર કરી પેકેટમાં વેચવા અઘરા છે. તેમ છતાં એને ફ્રોઝન (શીત) કરી વેચાય છે. આ વાનગી પશ્ચિમમાં પ્રચલિત છે, જ્યાં પરોઠા બનાવવાની ઝંઝટમાં પડવા માટે લોકોને નથી સમય હોતો કે નથી ઇચ્છા હોતી.

સંદર્ભ

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]