ભાખરી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સેવ ટામેટાંના શાક સાથે પીરસવામાં આવેલી ભાખરી (જમણે)
પંજાબી શાક (મુઘલાઈ) સાથે પીરસવામાં આવેલી ભાખરી (નીચે)

ભાખરીઘઉં ના લોટમાંથી બનતી વાનગી છે. આ વાનગી માટે ઘઉંનો લોટ થોડો કરકરો, જાડો દળેલો હોય છે, તેમાં તેલનું મોણ નાખી, મીઠું (લવણ) નાખી અને કઠણ લોટ બાંધવામાં આવે છે. તેને રોટલી કરતાં થોડી જાડી વણવામાં આવે છે, અને તાપ પર તાવડી કે લોઢીમાં શેકવામાં આવે છે. ભાખરીમાં જાડો (ઘઉંનાં થુલા સહીતનો) લોટ વાપરવાને કારણે તેમાં રેષાનું પ્રમાણ વધુ રહે છે, જે કારણે તે વધુ પૌષ્ટીક ગણાય છે. ગુજરાતી લોકોમાં લગભગ રાત્રી ભોજનમાં આ વાનગીનો સમાવેશ કરાયેલો હોય છે. ભાખરીને શાક, દાળ કે દૂધ સાથે જમવામાં આવે છે.