કળશ

વિકિપીડિયામાંથી

કળશ વરુણ પૂજાનું પ્રતીક છે. ચારેબાજુએથી સોનાના લેપથી જેનો તામ્રવર્ણ ઢંકાઈ ગયો છે, તે કળશ છે. કળશ ભારતીય ઉપખંડની પૌરાણિક હિંદુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે. એટલા માટે તો મહત્વના બધા શુભપ્રસંગોમાં પુણ્ય કળશની ઉપસ્થિતમાં એના સાનિઘ્યમાં થાય છે. દરેક શુભપ્રસંગ અને કાર્યની શરૂઆતમાં જે રીતે વિધ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે. એ જ પ્રકારે કળશની પણ પૂજા થાય છે.